આ પ્રથમ શ્રેણીમાં ૧૮૯૦ થી ૧૯૦૦ દરમિયાન ગાંધીજીને લખાયેલા ૩૧૨ પત્રનો સમાવેશ કરાયો છે
ધી કલેકટેડ વર્કસ ઓફ મહાત્મા ગાંધી (સીડબલ્યુએમજી) ૯૭મી શ્રેણીમાં ચાલી રહ્યો છે. અને ૧૯૫૮થી ૧૯૯૪ દરમિયાન પ્રકાશિત કરવામાં આવી હતી. તેમના જીવનકાળમાં ગાંધીજી દ્વારા લખવામાં આવેલ અથવા તેમના દ્વારા કરવામાં આવેલા પત્ર લેખ અને ભાષણોની સંપૂર્ણ શ્રૃંખલા છે. લેટર્સ યુ ગાંધી નો પ્રથમ ગ્રંથ આશ્રમ દ્વારા પ્રકાશિત કરાયો છે. જેમાં દુનિયા વિશે ગાંધીજીના વિચારો વર્ણવાયા છે. આ માટે સીડબલ્યુએમજી ને વાંચવાની જ‚ર છે.
સૌ પ્રથમવાર સંશોધકોની ટીમે બાપુના ઇનબોકસ અંદર જોવાની હિંમત કરી છે અને પહેલી શ્રેણીમાં લેટર્સ ટુ ગાંધી ને સંકલીત કર્યુ છે. જેમાં ૧૮૯૦ થી ૧૯૦૦ સુધીના સમયગાળા ૩૧૨ પત્રનો સમાવેશ કરાયો છે. જે ગાંધી બાપુને લખવામાં આવ્યા હતા. કુલ ૮૫૦૦ દુર્લભ પત્રો છે જે ગાંધીને લખાયા હતા. અને બાપુએ તેમના જીવનકાળ દરમિયાન આ પત્રોને સુરક્ષિત કર્યા હતા.
આ પ્રથમ શ્રેણી (ગ્રંથ) માં કેટલાંક મહત્વપૂર્ણ પત્ર ડરબન, આર.સી. એલેકઝાન્ડરના એક પોલીસ અધિકારી અને તેની પત્ની દ્વારા કરવામાં આવેલી ભૂમિકાવિશે ઉલ્લેખ કરાયો છે. જેમણે ૧૮૯૭માં એક ટોળાથી ગાંધીજીને બચાવ્યા હતા.
સાબરમતિ આશ્રમના ડાયરેકટર ત્રિદિય સુહ‚દ ના મતાનુસાર આ તમામ પત્રોને ૨૦ શ્રેણીમાં આવરવા માટેની મહત્વકાંક્ષી પરિયોજના છે. પ્રથમ શ્રેણીને એડીટર્સની એક ટીમ દ્વારા લાવવામાં આવી છે. જેમાં સુહ‚દ મેધા તોડી અને ક્ધિનરી ભટ્ટનો સમાવેશ છે. ગાંધીજીને પત્રો
લખનારા લોકો વિભિન્ન ધર્મ, વર્ગ અને દેશના હતા. એક વકીલના ‚પમાં બાપુ મુસ્લીમ, હિંદુ, ઇસાઇ, યહુદી અને પારસી સમુહના સંપર્કમાં હતા.
સાબરમતી સંગ્રહમાં ગાંધીજીના નજીકના સહયોગીઓ પાસેથી મળેલા દુર્લભ પત્ર છે. જેમાં એચ.ઓ.એલી દક્ષિણ આફિકામાં લાંબા સમયથી સાથે કામ કરનારા સેક્રેટરી સોન્જા સ્લેસન એક અન્ય લાંબા સમયના સહયોગી એલ.ડબલ્યુ.રીચ અને તેમના મિત્રો તેમજ મહત્વપૂર્ણ ક્રમાંકમાં હેનરી પોલાકનો સમાવેશ છે.