૪૭૦ કિલો ખાજલીનો નાશ કરાયો: આરોગ્ય શાખાની ઝુંબેશ સતત ચાલુ
રાજકોટ મહાનગરપાલિકાની આરોગ્ય શાખા દ્વારા આજે શહેરના સામાકાંઠા વિસ્તારમાં હાથ ધરવામાં આવેલા ચેકિંગ અંતગર્ફત એક ખાજલી બનાવતા યુનિટમાં પ્રોડકશન બંધ કરાવવામાં આવ્યું હતું અને અનહાઈઝેનીંક કંડીશન સબબ નોટિસ ફટકારવામાં આવી હતી. ૪૭૦ કિલો ખાજલીનો નાશ કરવામાં આવ્યો હતો. આ અંગે વધુ માહિતી આપતા નાયબ આરોગ્ય અધિકારી ડો.પંકજ રાઠોડે જણાવ્યું હતું કે, આજે સામાકાંઠા વિસ્તારમાં ભગવતીપરા શેરી નં.૩માં મહિપાલ બિસ્નોઈ દ્વારા ચલાવવામાં આવતા ખાજલીના ઉત્પાદન કેન્દ્રમાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. અહીં રોજ ૧૦૦ થી ૧૫૦ કિલો ખાજલી બનાવવામાં આવતી હતી. ઉત્પાદન કેન્દ્રમાં બેફામ ગંદકી જણાતા કેન્દ્ર બંધ કરાવવામાં આવ્યું હતું. સંચાલક પાસે ફૂડ લાયસન્સ ન હોય અને અનહાઈઝેનીંગ કંડીશન જણાતા નોટિસ ફટકારવામાં આવી હતી. આ ઉપરાંત ૧૭૦ કિલો ખાજલીનો નાશ કરવામાં આવ્યો છે.