એક બાર ફીર મોદી સરકારના નાદ સર્વત્ર ગુંજયા: વેપારી સંગઠન, ધુન મંડળી સાથે ચર્ચા
ચૂંટણી જેમ જેમ નજીક આવતી જાય છે તેમ તેમ ભારતીય જનતા પાર્ટીનો પ્રચાર ગતિ પકડી રહ્યો છે ત્યારે લોકસભાના ઉમેદવાર મોહનભાઈ કુંડારીયા દ્વારા વોર્ડ નંબર ૧૩માં જનસંપર્ક કરાયો હતો. જેમાં વોર્ડના લોકોએ મોહનભાઈનું ભવ્ય સ્વાગત કર્યુ હતું .આ જનસંપર્ક તેમજ પદયાત્રા કરી હતી અને તેમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા. મોહનભાઈ કુંડારીયા એ સંવાદ કરતાં જણાવ્યું હતું કે સૌરાષ્ટ્રના લોકોએ સ્વાસ્થ્ય સેવા,માટે ગંભીર બીમારીની સારવાર માટે બહાર જવું પડતું અને કલાકો સુધી વારા ન આવે વારંવાર ધક્કા ખાવા પડે એ સ્થિતિ તો ક્યારની નથી થઈ પરંતુ ભાજપની સરકારે નક્કી કર્યું.
લોકોને સારી અને ઝડપથી સારવાર મળે તે દિશા માં પગલાં ભર્યા. કે લોકોએ આરોગ્ય સેવા માટે બહાર જવાના બદલે એમના સુધી પહોંચે અને આપણા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના પ્રયત્નોથી આયુષ્માન ભારત યોજના થી આજે દેશને સર્વાંગી તંદુરસ્તી બક્ષી છે તો બીજી તરફ સ્વચ્છ ભારત યોજના, પ્રધાનમંત્રી આવાસ યોજના,જન ધન યોજના આજે દેશ વિકાસ પુરપાટ ગતિએ ચાલી રહ્યો છે. તેમજ વિવિધ સમાજના સંગઠનો, આગેવાનો વેપારીઓ અને ધૂન મંડળીઓ સાથે નિખાલસતાથી ચર્ચા કરી હતી.
ઉપરાંત આ પ્રચારમાં ધારાસભ્ય ગોવિંદભાઈ પટેલ, હરિભાઇ ડાંગર, જયાબેન ડાંગર, નિતિનભાઈ રામાણી, અજયભાઈ ડાંગર, કાંતિભાઈ ઘેટીયા , પ્રફુલભાઈ કાથરોટીયા, દિવ્યરાજસિંહ ગોહિલ, વોર્ડ પ્રમુખ હસુભાઇ ચોવટીયા , મહામંત્રી યોગેશભાઈ ભુવા, પ્રવિણભાઇ રાઠોડ,શૈલેષભાઈ ડાંગર, તેમજ મહિલા કાર્યકર્તાઓ, બક્ષીપંચ, અનુસૂચિત જાતિ અને મુસ્લિમ સમાજના લોકો અને બહોળી સંખ્યામાં કાર્યકરો પણ હાજર રહ્યા હતા.જેમાં એક જ સાદ હતો એક બાર ફિર છે મોદી સરકાર.
મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી વિવિધ મધ્યસ્થ ચૂંટણી કાર્યાલયોની મુલાકાતે
મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી એક દિવસીય રાજકોટની મુલાકાત કરી હતી આ મુલાકાત દરમિયાન વિધાનસભા ૬૮, ૬૯ અને ૭૧ની કાર્યાલયની મુલાકાત લીધી હતી. ત્યારે ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો દ્વારા વિજયભાઈ રૂપાણીનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું અને કાર્યકરો સાથે નિખાલસતા પૂર્વક ચર્ચા કરી હતી તેમજ કાર્યકર્તાઓનો તેમણે કરેલા પરિશ્રમ ને બિરદાવી કાર્યકર્તાઓનો જુસ્સો વધાર્યો હતો.
ઉપરાંત કાર્યકરો સાથે ચર્ચા કરતાં જણાવ્યુ કે આ વખતની ચૂંટણીમાં વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી અને મોહનભાઈ કુંડારીયાને જંગી બહુમતીથી વિજય બનાવીએ અને આગામી સમયમાં કોંગ્રેસ મુક્ત ભારત બને તે માટે કાર્યકરો સતત કાયે કરતા રહે. આ વખતની લોકસભાની ચૂંટણીમાં નરેન્દ્રભાઈ મોદી પૂર્ણ બહુમતીથી વિજય મેળવે અને મોહનભાઈ કુંડારીયા પણ વિજયી બને અને દિલ્લીમાં ભારતીય જનતા પાર્ટીની મજબૂત સરકાર,વિકાસની ગતિને બને તેઓ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.
મોહનભાઈ કુંડારીયા, લોકસભા ઇન્ચાર્જ ધનસુખભાઈ ભંડેરી , શહેર ભાજપ પ્રમુખ કમલેશભાઈ મીરાણી,અરવિંદભાઈ રૈયાણી,લાખાભાઈ સાગઠીયા, અંજલીબેન રૂપાણી, મેયર બીનાબેન આચાર્ય, ભાનુબેન બાબરીયા, નાગદાનભાઇ ચાવડા, કિશોરભાઈ રાઠોડ, અશ્વિનભાઈ મોલિયા, પ્રદીપભાઈ ડવ તેમજ વિવિધ સમાજના અગ્રણીઓ અને ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ અને હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા.