વેરાવળમાં કેસીસી ગ્રાઉન્ડમાં સમસ્ત ખારવા સમાજ સાગરપુત્ર ફાઉન્ડેશન દ્વારા દર વર્ષે તમામ સમાજના ખેલૈયાઓ માટે યોજાતી સાર્વજનીક ગરબીનું આયોજન સરકારની ગાઇડલાઇન અને કોરોના મહામારીના લીધે રદ કરવાનો નિર્ણય જાહેર કરવામાં આવેલ છે. વેરાવળ ખારવા સમાજ સાગરપુત્ર ફાઉન્ડેશનના પટેલ લખમણભાઇ ભેંસલાએ જણાવ્યું છે કે જીલ્લા મથક વેરાવળના કેસીસી ક્રિકેટ ગ્રાઉન્ડમાં છેલ્લા દસ વર્ષથી ખારવા સમાજ દ્વારા તમામ સમાજના ખેલૈયાઓ એક જ સ્થળે પ્રાચીન-અર્વાચીન રાસ ગરબા રમી શકે અને શહેરીજનો નિહાળી શકે તે માટે સાર્વજનીક ગરબી યોજી નવરાત્રી મહોત્સવનું ઉજવણી કરવામાં આવે છે. ગરબીમાં નિ:શુલ્ક પ્રવેશ અને ગરબા રમવા સાથે દરરોજ ઇનામો અને ફાઇનલમાં વિજેતાઓને મોટર સાયકલ જેવા મોટા ઇનામો પ્રોત્સાહીત કરવા આપવામાં આવે છે. પરંતુ ચાલુ વર્ષે કોરોના મહામારીને લઇ રાજય સરકારે નવરાત્રી અંતર્ગત યોજાતી ગરબીઓ, રાસોત્સવના કાર્યક્રમો પર મનાઇ ફરમાવી છે. જેને ઘ્યાને લઇ ખારવા સમાજે પણ સરકારના લોકોને સુખાકારી માટે કરેલ નિર્ણયને આવકારી સામાજીક જવાબદારીને ઘ્યાને રાખી ચાલુ વર્ષે સાર્વજનીક ગરબીનું આયોજન રદ કરવાનો નિર્ણય સર્વાનુમતે સમાજના આગેવાનોએ લીધો છે.
Trending
- Jamnagar: લાખાબાવળ પાસે ટ્રેન અકસ્માતની મોટી દુર્ઘટના ટળી
- મોરબીમાં બોગસ ડોક્ટરોનો રાફડો ફાટ્યો, વધુ બે ડિગ્રી વગરના ડોક્ટરની ધરપકડ
- Maha Kumbh security :45 કરોડ ભક્તોની સુરક્ષા માટે તત્પર રહેશે ‘દક્ષ’ પોલીસકર્મીઓ
- જુઓ આરોહી તત્સતની હલ્દી શેરેમનીની Cute ફોટોસ
- માણાવદર: ખેડૂતો અને વેપારીઓએ નવી જંત્રીના વિરોધમાં મામલતદારને આવેદનપત્ર પાઠવ્યું
- સ્લમ વિસ્તારમાં ધમધમતી ગેરકાયદે પ્રવૃતિઓ પર તૂટી પડતી એસીપી પશ્ર્ચિમની ટીમો
- ડાંગ જિલ્લા બાગાયત વિભાગ દ્વારા પ્રાકૃતિક ખેતી અંગે જિલ્લા કક્ષાનો માર્ગદર્શન સેમિનાર યોજાયો
- બાળલગ્ન વિરૂધ્ધ જાગૃતિ કેળવવા ધરમપુરના ખોબામાં રાત્રિ સમયે સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો