ખનીજ માફીયાઓ સામે તંત્ર પાંગળુ પુરવાર
ધ્રાંગધ્રા પંથકમાં ચો તરફ ચાલતા ગેરકાયદેસર માટીના ખની હવે ગૌચર જમીન અને રાજ્ય સરકારની તિજોરીને ધીરે-ધીરે મોટુ નુકશાન પહોચાડી લાગ્યા છે ત્યારે હવે સફેદ માટીનો કાળો કારોબાર માત્ર ભુમાફીયા જ નહિ પરંતુ પોલીસ તથા રાજકીય વગ ધરાવતા લોકો પણ આ ધંધામાં ઝંપલાવ્યુ છે. ધ્રાંગધ્રા પંથકમાં ચાલતા ગેરકાયદેસર ખની જો વાત કરીએ તો ઘનશ્યામગઢ ગામે તો તંત્રના ઓથ હેઠળ છેલ્લા કેટલાક સમયથી ગેરકાયદેસર સફેદ માટીનું ખનન ચાલી રહ્યુ છે અને હાલ પણ યથાવત છે ત્યારે હવે જાગવા, હીરાપુર, કોંઢ, અંજાર ગામની સીમમાંથી પણ સફેદ માટીનું ગેરકાયદેસર ખની શરુ કરી દેવાયું છે જેમા લોક ચચાઁ મુજબ છેલ્લા કેટલાક સમયથી કોંઢ ગામથી જવાના રસ્તે ગાત્રાળ માતાજીની ટેકરી પાછળ રાજકીય ઓથા હેઠળ ચાલતા સફેદમાટીના ખનન સામે તંત્ર પણ પાંગળી સાબિત થાય છે. કોંઢ ગામે છેલ્લા એકાદ વષઁથી થતુ સફેદ માટીનું ખનન ખેતરમાં રહેલી ઇયળની માફક સફેદ માટીનો વિસ્તાર ધીરેધીરે કોતરીને ભુમાફીયાઓ ભરખી ગયા છે. પરંતુ ખાણ-ખનીજ વિભાગ કે ડંફાસો મારતા ધ્રાંગધ્રાના ડે.કલેક્ટર અહિ તપાસ કરવા જવાનુ પણ નામ નથી લેતા અગાઉ આ સફેદ માટીના ખની કરતા રાજકીય માથાભારે લોકોને લઇને સ્થાનિકો ડર અનુભવે છે જેથી ખુલ્લા સામે આવીને આક્રોષ વ્યક્ત નથી કરતા પરંતુ તંત્રના અધિકારીઓને અનેક વખત રજુઆત છતા પણ પોતે રજુવાતની પાનની પિચકારી માફક ગણે છે. જેથી આ ભુમાફીયાઓ દરરોજનુ લાખ્ખોની કિંમતનું ખનીજ ચોરી કરી વેચી મારે છે. જ્યારે હાલમાં જ ધ્રાંગધ્રા પંથકમાં ચાલતા સફેદ માટીના ખનન પ્રક્રિયાનો અહેવાલ જાહેર થયો તે મુદ્દે જીલ્લા કલેક્ટરે ધ્રાંગધ્રા ડે.કલેક્ટરે પાસે રીપોટઁ મંગાવ્યા હોવાનુ જાણવા મળ્યુ હતુ જેમા ડે.કલેક્ટરે ધ્રાંગધ્રા પંથકમાં સબ સલામત હોવાની કેસેટ જીલ્લા કલેક્ટર પાસે ચડાવી પોતાનો ખેલ શરુ રાખી ખની યથાવત રખાલ્યુ હતુ. જેથી સ્પષ્ટપણે અસ્થાને તંત્રના અધિકારીઓ પણ આ ખેલમા સામેલ હોવાનુ જણાઇ આવે છે.