રામકૃષ્ણ આશ્રમ મઠ અને રામકૃષ્ણ મિશનની ઉપાઘ્યક્ષ શિવમયાનંદજી મહારાજના હસ્તે પાંચ પુસ્તકોનું વિમોચન: ગુજરાતભરમાં લોકો ઉમટી પડયાં
શહેરના રામકૃષ્ણ આશ્રમ અને ગઇકાલે સ્વામી વિવેકાનંદજીના શિકાગો વ્યાખ્યાનોની ૧૨૫મી જયંતિના ઉપલક્ષે સમસ્ત રામકૃષ્ણ આશ્રમ મઠ અને રામકૃષ્ણ મિશનના ઉપાઘ્યક્ષ સ્વામી શિવમયાનંદજી મહારાજની અઘ્યક્ષતા હેઠળ જાહેરસભાનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ તકે સ્વામી વિશમયાનંદજી મહારાજના હસ્તે પાંચ પુસ્તકો વિશ્વધર્મ સંમેલન શિકાર્ગો ૧૮૯૩, મારા ગુરુદેવ સ્વામી વિવેકાનંદ ભગીની નિવેદીતા, વિશ્ર્વધર્મ પરીષદ અને સ્વામી વિવેકાનંદ, આધુનિક યુવા વર્ગ અને સ્વામીજી તથા ઇન્ડિયન કલ્ચર એન્ડ ફીલોસોફીનું વિમોચન કરવામાં પણ આવ્યું હતું. કાર્યક્રમમાં બહોળી સંખ્યામાં લોકો ઉ૫સ્થિત રહ્યા હતા.
અબતક સાથેની વાચતીક દરમ્યાન રામકૃષ્ણ આશ્રમના નિખિલેશ્વરાનંદ મહારાજએ જણાવ્યું હતું કે રામકૃષ્ણ આશ્રમ દ્વારા વિવેકાનંદે શિકાગો ધર્મસભામાં જે ભાષણ આપેલું હતું. તેની ૧૨૫મી જયંતિ પ્રસંગે જાહેર સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ જાહેરસભા સમગ્ર રામકૃષ્ણ મઠ અને રામકૃષ્ણ મીશનના ઉપાઘ્યક્ષ શિવમયાનંદ સ્વામીના અઘ્યક્ષ સ્થાને યોજાયું હતું.
તેમણે પાંચ પુસ્તકો વિશ્વ ધર્મ સંમેલન શિકાગો-૧૮૯૩, મારા ગુરુદેવ સ્વામી વિવેકાનંદ, ભગીની નિવેદીતા વિશ્વર્મ પરીષદ અને સ્વામી વિવેકાનંદ આધુનિક યુવા વર્ગઅને સ્વામીજી તથા ઇન્ડિયન કલચર એન્ડ ફીલોસોફી પુસ્તકોનું વિમોચન કરવામાં આવ્યું હતું. આવી રીતે ચાર ગુજરાતી અને એક અંગ્રેજી પુસ્તકનું વિમોચન સ્વામી શિવમયાનંદ મહારાજના હસ્તે થયું છે. આ પ્રસંગે ખુબ જ મોટી સંખ્યામાં સમસ્ત ગુજરાતમાંથી ભકતો ઉ૫સ્થિત રહ્યા હતા.