સમગ્ર ભારતમાં ટાયર અને ટ્રેડ્સ ઉદ્યોગમાં અગ્રણી કંપનીઓ પૈકીની કેરળ સ્થિત ટોલિન્સ ટાયર્સ લિમિટેડે બજાર નિયામક સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા (સેબી)માં ડીઆરએચપી ફાઇલ કરી પબ્લીક ઇશ્યુી તૈયારીઓ આરંભી દીધી છે.કંપનીના આઈપીઓમાં રૂ. 200 કરોડ સુધીનો ફ્રેશ ઇશ્યૂ તથા વેચાણકર્તા શેરધારકો દ્વારા રૂ. 30 કરોડ સુધીના મુલ્યના ઇક્વિટી શેર્સના વેચાણની ઓફર (ઓએફએસ)નો સમાવેશ થાય છે.
વેચાણ માટેની ઓફરમાં પ્રમોટર, ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર ડો. કલામપરામ્બિલ વેર્કે ટોલિન દ્વારા રૂ. 15 કરોડ સુધીના અને કુ. જેરિન ટોલિન, પ્રમોટર, નોન-એક્ઝિક્યુટિવ અને નોન-ઇન્ડિપેન્ડન્ટ ડિરેક્ટર દ્વારા રૂ. 15 કરોડ સુધીના ઇક્વિટી શેર્સનો સમાવેશ થાય છે.
કંપની ઓફરની કુલ રકમમાંથી રૂ. 62.5 કરોડનો કંપની દ્વારા મેળવવામાં આવેલી કેટલીક બાકી લોન (ફોરક્લોઝર ચાર્જીસ સહિત, જો હોય તો)ની પુન:ચૂકવણી/પૂર્વચૂકવણી માટે, કંપની દ્વારા લાંબા ગાળાની કાર્યશીલ મૂડી જરૂરિયાતોના વધારા માટે રૂ. 75 કરોડ અને તેના ટૂંકા ગાળાના તેમજ લાંબા ગાળાના ઋણની પુન:ચૂકવણી અને/અથવા પૂર્વચૂકવણી માટે અને તેની કાર્યશીલ મૂડી જરૂરિયાતોના વધારા માટે તેની સંપૂર્ણ માલિકીની પેટાકંપની ટોલિન રબર્સ પ્રાઇવેટ લિમિટેડમાં રોકાણ કરવા માટે રૂ. 24.3 કરોડ તથા બાકીની રકમનો ઉપયોગ સામાન્ય કોર્પોરેટ હેતુઓ માટે કરવાની દરખાસ્ત કરે છે.
ટોલિન્સ ટાયર્સ લિમિટેડે 1982માં ટ્રેડ રબરના ઉત્પાદન માટે પ્રોપરાઇટરશિપ ક્ધસર્ન તરીકે તેની કામગીરી શરૂ કરી હતી, 2003માં તેની સ્થાપના થઈ અને પ્રમોટર, ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર ડો. કલામપરામ્બિલ વર્કે ટોલિન તથા ડિરેક્ટર શંકરકૃષ્ણન રામાલિંગમ દ્વારા વર્ષ 2005માં ઉત્પાદન અને વેચાણની કામગીરી શરૂ કરી હતી. 2004થી કુ. જેરિન ટોલિન કંપનીના પ્રમોટર, નોન એક્ઝિક્યુટિવ અને નોન ઇન્ડિપેન્ડન્ટ ડિરેક્ટર છે. ટાયર રિટ્રેડિંગ સોલ્યુશન્સ પ્રોવાઇડર ત્રણ ઉત્પાદન એકમોમાંથી તેનો વ્યાપાર કરે છે જે પૈકી બે કેરળના કલાડીમાં તથા ત્રીજું એકમ યુએઈમાં રાસ અલ ખૈમાહમાં છે. હાલ તે વર્ષે 1.51 મિલિયન ટાયર ઉત્પાદનની ક્ષમતા, વાર્ષિક 12,486 ટનની ટ્રેડ રબર ક્ષમતા અને વાર્ષિક 17,160 ટનની રબર કમ્પાઉન્ડની ક્ષમતા ધરાવે છે. સેફ્રોન કેપિટલ એડવાઇઝર્સ લિમિટેડ આ ઇશ્યૂના બુક રનિંગ લીડ મેનેજર છે.