ભારતમાં બીઆઈએસ-રજિસ્ટર્ડ આઉટલેટ્સ માટે સૌથી મોટા માર્કેટ એવા મહારાષ્ટ્રમાં જાન્યુઆરીના રોજ સ્ટોર્સની સંખ્યાની બાબતે અગ્રણી ઓર્ગેનાઇઝ્ડ જ્વેલરી કંપનીઓમાં બીજી સૌથી મોટી કંપની પી એન ગાડગિલ જ્વેલર્સ લિમિટેડે બજાર નિયામક સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા (સેબી)માં તેનું ડ્રાફ્ટ રેડ હેરિંગ પ્રોસ્પેક્ટસ (ડીઆરએચપી) ફાઈલ કર્યું છે.
આઈપીઓ દ્વારા એકત્ર કરાયેલ ફંડનો ઉપયોગ મહારાષ્ટ્રમાં 12 નવા સ્ટોર્સ સ્થાપવા માટેના ખર્ચને ફંડ પૂરું પાડવા માટે, કંપની દ્વારા લેવામાં આવેલા ચોક્કસ દેવાની સંપૂર્ણ અથવા આંશિક ચૂકવણી અથવા પૂર્વ ચુકવણી માટે તથા સામાન્ય કોર્પોરેટ હેતુઓ માટે કરવાની દરખાસ્ત છે.
પી એન ગાડગિલ જ્વેલર્સ લિમિટેડ એ ભારતમાં બીઆઈએસ-રજિસ્ટર્ડ આઉટલેટ્સ માટે સૌથી મોટા માર્કેટ એવા મહારાષ્ટ્રમાં જાન્યુઆરી, 2024ના રોજ સ્ટોર્સની સંખ્યાની બાબતે અગ્રણી ઓર્ગેનાઇઝ્ડ જ્વેલરી કંપનીઓમાં બીજી સૌથી મોટી કંપની છે. કંપની નાણાંકીય વર્ષ 2021 અને નાણાંકીય વર્ષ 2023 દરમિયાન આવકમાં વૃદ્ધિની દ્રષ્ટિએ ભારતમાં અગ્રણી ઓર્ગેનાઇઝ્ડ જ્વેલરી કંપનીઓ પૈકીની સૌથી ઝડપથી વિકસતી જ્વેલરી બ્રાન્ડ પણ છે. કંપનીએ નાણાંકીય વર્ષ 2021 અને નાણાંકીય વર્ષ 2023ની વચ્ચે 56.50 ટકાનો એબિટા વૃદ્ધિ તથા નાણાંકીય વર્ષ 2023માં સ્ક્વેર ફૂટ દીઠ સૌથી વધુ આવક મેળવી હતી જે ભારતમાં મહત્વની ઓર્ગેનાઇઝેડ જ્વેલરી કંપનીઓમાં સૌથી વધુ છે.
31 ડિસેમ્બર, 2023 સુધીમાં કંપનીએ 33 સ્ટોર્સમાં વિસ્તરણ કર્યું હતું જેમાં મહારાષ્ટ્ર અને ગોવામાં 18 શહેરોમાં 32 સ્ટોર્સ તથા અમેરિકામાં એક સ્ટોર્સનો સમાવેશ થાય છે જેમાં સમગ્રતયા રિટેલ એરિયા લગભગ 95,885 ચોરસ ફૂટ વિસ્તારનો છે. તમામ સ્ટોર્સ કંપની દ્વારા ઓપરેટ અને મેનેજ કરવામાં આવે છે અને 23 સ્ટોર્સ કંપની હસ્તકના અને 10 ફ્રેન્ચાઇઝી સ્ટોર્સ છે જે ફ્રેન્ચાઇઝીની માલિકીના અને કંપની ઓપરેટેડ મોડલ પર છે. આ સ્ટોર્સ પૈકી 19 સ્ટોર્સ લાર્જ ફોર્મેટ સ્ટોર્સ (2,500 ચોરસ ફૂટ અથવા તેથી વધુના વિસ્તારમાં), 11 સ્ટોર્સ મીડિયમ ફોર્મેટ સ્ટોર્સ (1,000 ચોરસ ફૂટથી 2,500 ચોરસ ફૂટ સુધીના વિસ્તારમાઁ) અને 3 સ્ટોર્સ સ્મોલ ફોર્મેટ સ્ટોર્સ છે. આ ઉપરાંત તેમણે માર્ચ, 2022માં પીએનજી જ્વેલર્સ મોબાઇલ એપ્લિકેશન લોન્ચ કરી છે. તેમની ડિજિટલ હાજરીથી તેઓ ગ્રાહકોને નવી ડિઝાઈન અને કલેક્શન્સથી અપડેટ કરે છે અને પ્રોડક્ટ પોર્ટફોલિયોથી તેમને પરિચિત કરાવે છે જેનાથી ગ્રાહકનો ઇન-સ્ટોર અનુભવ વધે છે. તમામ જ્વેલરીનું ઉત્પાદન મહારાષ્ટ્રમાં અને તેની બહાર 75 અનુભવી અને કુશળ કારીગરો દ્વારા કરવામાં આવે છે. તેમણે તાજેતરમાં બ્રાન્ડના પ્રમોશન માટે બ્રાન્ડ એમ્બેસડર તરીકે માધુરી દિક્ષિતને સાઇન કરી છે.
આ ઉપરાંત તેમણે માર્ચ, 2022માં પીએનજી જ્વેલર્સ મોબાઇલ એપ્લિકેશન લોન્ચ કરી છે. તેમની ડિજિટલ હાજરીથી તેઓ ગ્રાહકોને નવી ડિઝાઈન અને કલેક્શન્સથી અપડેટ કરે છે અને પ્રોડક્ટ પોર્ટફોલિયોથી તેમને પરિચિત કરાવે છે જેનાથી ગ્રાહકનો ઇન-સ્ટોર અનુભવ વધે છે. તમામ જ્વેલરીનું ઉત્પાદન મહારાષ્ટ્રમાં અને તેની બહાર 75 અનુભવી અને કુશળ કારીગરો દ્વારા કરવામાં આવે છે. તેમણે તાજેતરમાં બ્રાન્ડના પ્રમોશન માટે બ્રાન્ડ એમ્બેસડર તરીકે માધુરી દિક્ષિતને સાઇન કરી છે.