પ્રધાનમંત્રીના આગમન અને નર્મદાનીરના આજી અવતરણ ઉત્સવને વધાવવા
શહેર ભાજપ મહિલા મોરચા દ્વારા આવતીકાલે સાંજે ૪ કલાકે તમામ ૧૮ વોર્ડમાં રંગોળી સ્પર્ધા
રાજકોટ શહેર ભાજપ મહિલા મોરચાના પ્રભારી અંજલીબેન ‚પાણી પ્રમુખ નયનાબેન પેઢડીયા, મહામંત્રી પુનીતાબેન પારેખ, કિરણબેન માકડીયાની સંયુકત યાદીમા જણાવાયું છે કે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના રાજકોટ ખાતેના નર્મદા નીરના આજીમાં અવતરણના ઉત્સવને વધાવવા રાજકોટ શહેર ભાજપ પ્રમુખ કમલેશ મરાણીના માર્ગદર્શન હેઠળ રાજકોટ શહેર ભાજપ મહિલા મોરચા દ્વારા આવતીકાલે તા.૨૪ ના રોજ સાંજે ૪ કલાકે તમામ ૧૮ વોર્ડમાં રંગોળી સ્પર્ધા યોજવામાં આવશે. સમગ્ર રાજકોટની પ્રજામાં એક અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. આ આનંદને રાજકોટની મહિલાઓ રંગોળી સ્વ‚પે અભિવ્યકત કરશે.
રાજકોટ શહેર મહિલા મોરચા દ્વારા વડાપ્રધાન મોદીના રાજકોટના આગમનને અને નર્મદાના નીરના આજી અવતરણને વધાવવા માટે પાણી, સ્વચ્છતા અને બેટી બચાવોના સંદેશાત્મક શેરી નાટકો શહેરના તમામ વોર્ડમાં રોજ ત્રણ જગ્યાએ રહેણાક વિસ્તારવાળી જગ્યાએ રોજ કાર્યક્રમનું આયોજન કરવામાં આવી રહ્યું છે. આ અંગેની વિસ્તૃત માહિતી અબતકના આંગણે આવી કાર્યકમ્રના ઈન્ચાર્જ બીનાબેન આચાર્ય, સહઈનચાર્જ રક્ષાબેન બોળીયા તથા પ્રીતિબેન પનારાએ મહિલા મોરચાના બહેનો સાથે ઉપસ્થિત રહી જણાવી હતી.
રાજકોટ શહરે ભાજપ મહિલા મોરચાના પ્રભારી અંજલીબેન ‚પાણી પ્રમુખ નયનાબેન પેઢડીયા, મહામંત્રી પુનીતાબેન પારેખ, કિરણબેન માકડીયા એ પણ એક યાદીમાં જણાવાયું છે કે આગામી તા.૨૯ જૂનના રોજ દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના રાજકોટ ખાતેના નર્મદાનીરના આજીમાં અવતરણનાં ઉત્સવને વધાવવા રાજકોટમાં વિવિધ વિસ્તારોમાં ગુજરાત સાહિત્ય અને નાટય અકાદમીના અનુભવી કલાકારો દ્વારા કોર્પોરેશનના સહકારથી પાણી સ્વચ્છતા બેટી બચાવોનાં સંદેશાત્મક શેરી નાટકો ભજવાઈ રહ્યા છે. જેને રાજકોટની જનતા માણી રહી છે. અને તેમાં આપેલ સંદેશથી પ્રેરીત થઈ રહી છે. ત્યારે રાજકોટ શહેર ભાજપ મહિલા મોરચાના આગેવાનોએ રાજકોટના પ્રજાજનોને જે પણ વિસ્તારમાં હવે આ શેરી નાટકો ભજવવાના છે. ત્યાં અચુક ઉપસ્થિત રહી આ નાટકો નિહાળી અને સમાજમાં જાગૃતતા ફેલાવવા અગ્રેસર બને તેવો શહેર ભાજપ મહિલા મોરચાના અગ્રણીઓએ અનુરોધ કર્યો છે.