નિવૃત્ત ન્યાયાધીશની દેખરેખ હેઠળ તાત્કાલિક ન્યાયિક પંચની નિમણૂંક કરવાની અને જૂના તથા જોખમી સ્મારકો, પુલોના સર્વે માટે એક કમિટી બનાવવાનાની માંગ
મોરબીની ઝૂલતા પુલ દુર્ઘટના સુપ્રીમમાં પહોંચી છે. આ મામલે જાહેર હિતની અરજી દાખલ થઈ છે. નિવૃત્ત ન્યાયાધીશની દેખરેખ હેઠળ તાત્કાલિક ન્યાયિક પંચની નિમણૂક કરવાની માંગ કરાઈ છે. મોરબીમાં જે દુર્ઘટના સર્જાઈ છે. તેનો મામલો સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો છે. નિવૃત્ત ન્યાયાધીશની દેખરેખ હેઠળ તાત્કાલિક ન્યાયિક પંચની નિમણૂક કરવાની માગણી કરતી અરજી કોર્ટમાં દાખલ કરવામાં આવી છે.
આ સિવાય પિટિશનમાં રાજ્ય સરકારોને જૂના અને જોખમી સ્મારકો, પુલોના સર્વે માટે એક કમિટી બનાવવાના નિર્દેશો માંગવામાં આવ્યા છે. આ અરજી વિશાલ તિવારી નામના વ્યક્તિ દ્વારા દાખલ કરવામાં આવી છે જે વ્યવસાયે વકીલ પણ છે. આ અરજી અંગે 14મીએ સુનાવણી થશે.