જે સંસ્થા, પેઢી, દુકાન કે ફેકટરી ખૂલ્લી હશે તેની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવા ચૂંટણી પંચનો આદેશ
મતદાનના દિવસે રજાનું વેતન પણ કર્મચારીને ચૂકવવું પડશે
આગામી ૨૩મીએ ગુજરાત રાજયમાં લોકસભાની ચૂંટણી યોજાનાર છે. આ ચૂંટણીમાં દરેક મતદાર મતાધિકારનો ઉપયોગ કરી શકે તે માટે ચૂંટણી પંચે ૨૩મીએ જાહેર રજાની જાહેરાત કરી છે. સાથે મતદાનનાં દિવસે જે પેઢી, સંસ્થા દુકાન કે ફેકટરી ખૂલ્લી હશે તેની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવા પણ ચૂંટણી પંચે આદેશ આપ્યો છે. વધુમાં મતદાનના દિવસે રજાનું વેતન ચૂકવવા કર્મચારીને હુકમ કર્યો છે.
ચૂંટણી પંચના આદેશને પગલે જિલ્લા કલેકટર અને જિલ્લા ચૂંટણી અધિકારી ડો. રાહુલ ગુપ્તાએ જાહેર કરેલા પરીપત્રમાં જણાવાયું છે કે આગામી લોકસભા સામાન્ય ચૂંટણી ૨૦૧૯તથા ગુજરાત વિધાનસભાની ખાલી પડેલ ૪ બેઠકો માટેની ચૂંટણીના કારણે જે તારીખે મતદાન થવાનું છે તે તા.૨૩ ને મંગળવારના દિવસે સને ૧૮૮૧ના વટાઉખત અધિનિયમ ૧૮૮૧ના ૨૬માની કલમ ૨૫ના ખુલાસાને અનુસરીને ગુજરાત રાજયમાં જાહેર રજા તરીકે જાહેર કરેલ છે. જયા વટાઉખત અધિનિયમ ૧૮૮૧ની જોગવાઈઓ લાગુ પડતી ન હોય તેવી દુકાનો અને સંસ્થાઓ માટે ૧૯૪૮ના મુંબઈ દુકાનો અને સંસ્થા અધિનિયમ, તેમજ ૧૯૪૮ના કારખાના અધિનિયમ હેઠળ જાહેર રજા રાખવાનું ઠરાવેલ છે.
તા.૨૩ ને મંગળવારના રોજ મતદાનના દિવસે કર્મચારીઓ, કામદારો વિગેરેને મતદાન કરવામાં સુગમતા રહે તે માટે રાજકોટ જિલ્લામાં આવેલ રાજય સરકારની તમામ કચેરીઓ અર્ધસરકારી કચેરીઓ, કેન્દ્ર સરકારની તમામ કચેરીઓ, શોપ એન્ડ એસ્ટાબ્લીશમેન્ટ એકટ નીચે જે દુકાનો, પેઢીઓ, સંસ્થાઓ કેન્દ્ર સરકારની તમામ કચેરીઓ શોપ એન્ડ એસ્ટાબ્લીશમેન્ટ એકટ નીચે જે દુકાનો, પેઢીઓ, સંસ્થાઓ આવતી હોય તે બધી દુકાનો, સંસ્થાઓ તથા ફેકટરી એકટ નીચે આવતી ફેકટરી, કારખાનાઓ તેમજ તમામ બેંકો, બોર્ડ ઓફીસો વિગેરેમાં તા.૨૩ મંગળવારના રોજ જાહેર રજા રાખવા નેગોશીએબલ ઈન્સ્ટુમેન્ટ એકટ ૧૮૮૧થી મળેલ સતાની ‚એ આથી હુકમ કરવામાં આવે છે. જાહેર રજા લોકપ્રતિનિધિત્વ અધિનિયમ ૧૯૫૧ની કલમ ૧૩૫-બી (૧) ની જોગવાઈ મુજબ રોજમદાર અથવા કેજયુઅલ કામદારો પણ મતદાનના દિવસે રજા અને વેતનના હકકદાર રહેશે.
મતદાનના દિવસે કોઈ સંસ્થા પેઢી, દુકાન, કારખાનું કે ફેકટરી ખૂલ્લી હોવાનું માલુમ પડશે તો તેમની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.