• ‘અબતક ચિંતનની પાંખે’ના માધ્યમથી પ્રદૂષણ નિયંત્રણ બોર્ડની દેખરેખ હેઠળ દેશભરમાં કેવી રીતે થાય છે બાયોમેડિકલ વેસ્ટનો નિકાલની વ્યવસ્થાનો તલસ્પર્શી પરામર્શ વાંચકો માટે પ્રસ્તુત
  • જૈવિક કચરાના નિકાલ માટે અણીચૂક વ્યવસ્થા સાથે પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ રાઉન્ડ ધ ક્લોક સતર્ક

સ્વચ્છતા એ આપણી ભારતીય સંસ્કૃતિની ધરોહર છે, પ્રાચીન સામાજિક વ્યવસ્થામાં ગ્રામીણ ભારતમાં રોજબરોજના ઘરના કચરા ના નિકાલ માટે ગામની બહાર દૂર “ઉકરડો” બનાવવામાં આવતો તેનો ઉપયોગ પણ બહુહેતુક હતો વર્ષ આખું એક જ જગ્યાએ કચરો ભેગો થાય અને આ ઉકરડામાંથી જ ખેતર માટે દેશી ખાતર તૈયાર કરવાની વ્યવસ્થા હતી.

આજે સમય બદલાયો છે, કચરામાં પણ અનેક વસ્તુઓનો ઉમેરો થયો છે, સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓથી લઈને કોર્પોરેશન સુધી કચરાની વ્યવસ્થા માટે ડમ્પિંગ યાર્ડ સુધી વિસ્તરેલી કચરા નિકાલની વ્યવસ્થામાં હવે આધુનિક યુગમાં તબીબી જગતના વિકાસની સાથે સાથે બાયોમેડિકલ વેસ્ટ એટલે કે સારવાર દરમિયાન ઉત્પન્ન થતા જૈવિક કચરાના નિકાલની આદર્શ વ્યવસ્થા ઊભી થઈ છે. 2002 માં સરકાર દ્વારા બાયોમેડિકલ વેસ્ટ ગાઈડ લાઈન જારી કરીને જૈવિક કચરાના આદર્શ નિકાલની વ્યવસ્થા કરી છે

આજે અબતક ના આંગણે બાયોમેડિકલ વેસ્ટ ના નિકાલ માટે અબ તક મીડિયા હાઉસના હરફન મૌલા જેવા  રિપોર્ટર અરૂણ દવે સાથે બાયોમેડિકલ વેસ્ટ મેનેજમેન્ટ રી સ્ટોરમેન્ટ બાયોમેડિકલ વેસ્ટ કંપનીના ડાયરેક્ટર   ડોક્ટર યોગેશભાઈ ચોક્સી.સાથે ચર્ચા કરવામાં આવી છે

પ્રશ્ન : કચરો કેવા કેવા પ્રકારનો હોય?

ડોક્ટર યોગેશ ચોકસી: ત્રણ અક્ષર નો શબ્દ” કચરો” ખૂબ જ મોટું સામ્રાજ્ય ધરાવે છે તેનો વિસ્તૃત વર્ગીકરણ કરી શકાય સામાન્ય રીતે ઘરનો સૂકો અને લીલો કચરો દૂર કરવાની જવાબદારી સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાની હોય છે, ત્યાર પછી આવે પ્રોફેશનલ વેસ્ટ એટલે કે વ્યવસાયિક કચરો તેમાં અલગ અલગ ઔદ્યોગિક પ્રવૃત્તિ દરમિયાન નીકળતો કચરો હોય છે આજે આપણે બાયોમેડિકલ વેસ્ટની વાત કરવી છે જે જૈવિક કચરો છે ,જેનું ઉપાર્જન હેલ્થ કેર સેક્ટરમાં નાની મોટી હોસ્પિટલો  ,લેબોરેટરી ઓપરેશન થિયેટરમાં દર્દીની સારવાર દરમિયાન મેડિકલ કોલેજ એનીમલ હાઉસમાં પરીક્ષણ દરમિયાન ઉત્પન્ન થતો કચરો  બાયો મેડિકલ વેસ્ટ કહેવાય તેનો નિકાલ કરવો ખૂબ જરૂરી છે

 

પ્રશ્ન : સરકારના પ્રદૂષણ વિભાગ દ્વારા બનાવેલી ગાઈડલાઈન માં બાયોમેડિકલ વેસ્ટ ના નિયમોનો ભંગ કરનાર સામે કેવી કાર્યવાહીની જોગવાઈ છે?

ડોક્ટર યોગેશ ચોકસી: દેશમાં દરેક રાજ્યમાં પોલ્યુશન કંટ્રોલ બોર્ડ સરકારની નોડલ એજન્સી તરીકે કામ કરે છે, બાયો મેડિકલ વેસ્ટ અને ઇન્ડસ્ટ્રીયલ વેસ્ટ નું સંચાલન રાજ્ય પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ દ્વારા કરવામાં આવે છે અગાઉ કચરાના નિકાલ માટે ઊંકરડાની વ્યવસ્થા હતી તેમાં જૈવિક કચરો નાખવામાં આવતો હતો પછી કોર્પોરેશન સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓએ લાલ નિશાની વાડી પેટીમાં જેવી કચરો ભેગો કરવાની વ્યવસ્થા કરી ,હવે આધુનિક યુગમાં બેક્ટેરિયા વાયરસ થી ફેલાતા રોગ સામે જાગૃતિ આવી અને 1998 માં સરકારે બાયોમેડિકલ વેસ્ટ નો કાયદો બનાવવામાં આવ્યો અને 2002 થી સમગ્ર દેશમાં તેનો અમલ શરૂ કર્યો, જે અન્વયે આરોગ્ય સેવા સાથે સંકળાયેલી સત્તાઓમાં ઉત્પન્ન થતા જૈવિક કચરાનો યોગ્ય નિકાલ કરવાની વ્યવસ્થા ઉભી કરવામાં આવી તમામ પ્રકારના દવાખાના હોસ્પિટલમાંથી લેબોરેટરી માંથી નીકળતો બાયો મેડિકલ વેસ્ટ મેનેજમેન્ટ તરીકે એક જ જગ્યાએ નિકાલ થાય  રી સ્ટોરમેન્ટ બાયોમેડિકલ વેસ્ટ કંપની વૈજ્ઞાનિક વ્યવસ્થા ઉભી કરવામાં આવી અને તેમાં સંપૂર્ણપણે જેવી કચરાનો નિકાલ થાય તેવી પદ્ધતિ અપનાવવામાં આવી આ વ્યવસ્થા નો અમલ કરવામાં ચૂક કરનાર સામે કાયદાકીય કાર્યવાહીની જોગવાઈ પણ છે

 

પ્રશ્ન : બાયો મેડિકલ વેસ્ટ ના કચરાના વર્ગીકરણ માટે કલર કોડની વ્યવસ્થા સમજાવશો?

ડોક્ટર યોગેશ ચોકસી: હોસ્પિટલમાંથી સામાન્ય રીતે ઓપરેશન અને વાડકાપ માટેના હથિયારો પ્રસુતિ દરમિયાન નીકળતું રક્ત અને જેવી વસ્તુઓ ઓપરેશન દરમિયાન શરીરના કપાયેલા અંગો ભાગો અને ઓપરેશન થિયેટર માંથી ટાંકા લેવાની સોય થી લઈ કટર સુધીના ઓજારો પ્લાસ્ટિક ના સાધનો એક ન થઈ જાય તે માટે તેના વર્ગીકરણની વ્યવસ્થા ગોઠવવામાં આવી કે જેમાં  રેડ, બ્લુ ,યલો અને વાઈટ કેટેગરી અલગ કરવામાં આવી છે, યલોમાં કપાયેલા અંગ અને પ્રસુતિ દરમિયાન ઉત્પન્ન થતા બાળકની નાળ જેવા શરીરના કોઈપણ અંગો ને રાખવામાં આવે છે રેડ કેટેગરીમાં દરેક પ્લાસ્ટિક મટીરીયલ, બ્લુ કેટેગરીમાં દરેક પ્રકારના ઇન્જેક્શનનો કાચની આઈટમો ધારદાર વસ્તુઓ મૂકવામાં આવે છે વાઈટ કેટેગરીમાં  તીક્ષણ ધારદાર વસ્તુઓ રાખવામાં આવે છેબાયો મેડિકલ વેસ્ટ આરોગ્ય અને પર્યાવરણ સાથે સંકળાયેલું હોય તેના નિકાલમાં જાળવણી કરવી જોઈએ પ્લાસ્ટિકના આખરે નિકાલથી અનેક વાયુઓ છૂટા પડતા હોય છે બાયો મેડિકલ વેસ્ટ ચાર અલગ અલગ પ્રક્રિયામાંથી પસાર થાય છે પ્રથમ બાયોમેડિકલ જનરેશન ત્યાર પછી વર્ગીકરણ ટ્રાન્સપોર્ટેશનમાં બંધ બોડીના વાહનમાં તેને યોગ્ય જગ્યાએ લઈ જવામાં આવે છે ત્યાર પછી સાઇટ પર તેનું નિકાલ કરવામાં આવે છે જેને ફાઇનલ ડિસ્પોઝન્ટ કહેવામાં આવે છે

 

પ્રશ્ન  સોલિડ વેસ્ટ ડમ્પિંગ યાર્ડમાં કચરાના નિકાલની શું વ્યવસ્થા છે સિસ્ટમ શું છે તે વિશે જણાવશો?

ડોક્ટર યોગેશ ચોકસી: સામાન્ય રીતે સૂકો અને ભીનો કચરો ડમ્પીંગ યાર સુધી પહોંચે છે અગાઉ તો ડમ્પિંગ યાર્ડમાં મોટા ખાડા કરીને તેને ભરી દેવામાં આવતા હવે કચરા ના પ્રકાર બદલાયા છે ુજ્ઞળફજ્ઞિં તૂશલલુ અને પેકિંગ મટીરીયલ વધ્યું છે ત્યારે ડમ્પિંગ યાર્ડમાં પણ અલગ અલગ કચરામાંથી ફર્ટિલાઇઝર થી લઈ વીજળી ઉત્પન્ન કરવા સુધીની ટેકનીકનો વિકાસ થાય છે, કચરાના નિકાલ સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વૈજ્ઞાનિક ઢબે વિકાસ પામી રહ્યું છે

 

પ્રશ્ન : ઔદ્યોગિક રસાયણ ના કચરા ની સ્થિતિ અને તેના નિકાલની વ્યવસ્થા શું છે?

ડોક્ટર યોગેશ ચોકસી: ઉદ્યોગિક રાસાયણિક કચરા ની સમસ્યા ગંભીર ગણાય છે ,ઉદ્યોગમાંથી ક્રોમિયમ અને રંગ રસાયણ નો કચરો બહાર નીકળે છે તે જમીનમાં જવાથી જમીન પ્રદૂષિત થાય છે ,પાણીમાં ભળવાથી કેન્સર નું જોખમ વધે છે આવા પ્રદૂષિત કેમિકલ વેસ્ટ ને પાણીમાંથી અલગ કરવાના ઈન્ફ્લુએન્ટ ટ્રીટમેન્ટ પ્લાન્ટ ચલાવવામાં આવે છે અને રાસાયણિક પ્રદૂષણને નિયંત્રિત કરવા માટેની વ્યવસ્થા છે જે પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ સંચાલન કરે છે

 

પ્રશ્ન ; બાયો મેડિકલ વેસ્ટ થી ઘણા રોગ ફેલાય છે એચઆઇવી હોય કે રક્ત સંબંધી અને વાયરલ રોગો ની શક્યતા હોય છે તો બાયોમેડિકલ વેસ્ટ થી લોકોએ શું તકેદારી રાખવી જોઈએ?

ડોક્ટર યોગેશ ચોકસી: બાયો મેડિકલ વેસ્ટ માં જોખમી વાયરસ બેક્ટેરિયા પુષ્કળ પ્રમાણમાં હોય છે વળી આ બેક્ટેરિયા 24 કે 48 કલાક પછી પુષ્કળ પ્રમાણમાં વધે છે અને ફેલાય આવા કચરા ને તાત્કાલિક નિકાલ કરવો જોઈએ ,તેનાથી દૂર રહેવું જોઈએ સામાન્ય રીતે બાયોમેટિકલ વેસ્ટ  નો જોઈએ તો ત્રણ રીતે નિકાલ થાય છે

બાળીને અથવા તો જંતુમુક્ત કરીને અથવા તો નાના નાના ટુકડા કરીને તેનો અંતિમ નિકાલ થાય છે, આમ બાયોમેડિકલ વેસ્ટનો અંતિમ નિકાલ એ જ સમાજની સુરક્ષા છે અને તેનો હરગીજ પુન ઉપયોગ ન થવો જોઈએ પીળી બેગમાં એકઠા થતા શરીરના અંગ ઉપાંગ રક્ત ના જૈવિક કચરાને બાળી નાખવામાં આવે છે તેમાં અલગ અલગ બે ચેમ્બરમાં પ્રથમ ચેમ્બર 800 ડિગ્રી તાપમાન  હોય છે તેમાં કોઈ પ્લાસ્ટિક વેસ્ટ બચી જાય તો તેને બીજી 1200 ડિગ્રી તાપમાનની ચેમ્બરમાં બાળીને તેનો નિકાલ કરવામાં આવે છે; આમ બાયોમેડિકલ વેસ્ટ સંપૂર્ણપણે નાશ પામે તેની તકેદારી રાખવામાં આવે છે  આ પ્રક્રિયામાં કાર્બનને પણ હવામાં ભળતા પહેલા સંપૂર્ણપણે શુદ્ધ કરીને તે માંથી બહાર કાઢવામાં આવે છે જેનાથી વાયુમાં પણ પ્રદૂષણ ન ફેલાય અને પર્યાવરણ પણ સુરક્ષિત રહે તેની તકેદારી રાખવામાં આવે છે .આજ રીતે પ્લાસ્ટિક મટીરીયલ ને પણ શુદ્ધ કરવામાં આવે છે. કાચનું વર્ગીકરણ કરીને તેને અલગ પાડવામાં આવે છે ત્યાર પછી ધારદાર વસ્તુઓને જંતુમુક્ત કરીને સરકાર માન્ય સાઈટોમાં તે દાટી દેવામાં આવે છે .વાતભઠ્ઠીમાંથી નીકળતો કિચડ જેવા કચરાને પણ જ્યાં ત્યાં ફેંકવાના બદલે તેનું રિસાયકલ પ્રોસેસ કરવામાં આવે છે અને ચોખ્ખું પાણી અલગ કરવામાં આવે છે. અને બાકીનો કદલો ચૂકવીને તેની સીટ બનાવી પોલ્યુશન કંટ્રોલ બોર્ડની સાઈટમાં ડમ્પ કરી દેવામાં આવે છે

 

પ્રશ્ન  સ્મશાનમાં અગ્નિસંસ્કાર વખતે  ચીમની માંથી નીકળતો ધુવાડો નુકસાનકારક છે?

ડોક્ટર યોગેશ ચોકસી: આ ધુવાડા ને પાણીમાંથી પસાર કરીને કેમિકલ ની પ્રોસેસ દ્વારા વાતાવરણમાં મુક્ત કરવામાં આવે છે તે નુકસાનકારક હોતું નથી સરકાર દ્વારા માન્ય કરેલા માપદંડો થી આ ધુવાડો નુકસાન ન કરે વળી આ તમામ વ્યવસ્થા પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ ના સર્વરમાં નોંધાતી હોય છે અને ક્યારે કયા ધ્વારા માંથી કેટલા વાંધાજનક કણો ઉત્પન્ન થયા તેનું નિયંત્રણ થયું તેના ડેટા તૈયાર થાય છે એટલે જ્યાં પણ ચૂક થાય ત્યાં તરત જ નુકસાન નિયંત્રણ માટેની કાર્યવાહીની વ્યવસ્થા છે

 

પ્રશ્ન : પ્રદૂષણ નિયંત્રણ વ્યવસ્થા ને લઈને સમાજને શું સંદેશો આપશો?

 

ડોક્ટર યોગેશ ચોકસી: અત્યારે સૌથી મોટી સમસ્યા વેસ્ટની છે તે સોલિડ હોય કે ઘરેલુ કચરાની હોય દરેક કચરો યોગ્ય રીતે નિકાલ કરવો જોઈએ મુસાફરી દરમિયાન વેફર લો તો તે વેફરનું પાઉચ ચાલુ બસમાંથી ફેંકવાના બદલે ઘેર લાવીને તેનો યોગ્ય નિકાલ કરવાની જીવઠ રાખવી જોઈએ જ્યાં ત્યાં કચરો ફેંકવો નહીં; હવે તો બાળકોને ભણવામાં પણ કચરા નિકાલની હિમાયિત કરવામાં આવે છે દરેક નાગરિકે કચરાના યોગ્ય નિકાલની તકેદારી રાખવી જોઈએ કારણકે પર્યાવરણની જાળવણી એ આપણી અને આવનારી પેઢીની મોટી જવાબદારી છે આ જવાબદારી આપણે સ્વચ્છતાના અભિગમ સાથે કચરાના યોગ્ય નિકાલ ની ચીવટથી કરવાની રહેશે

 

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.