મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ બંને પોલીસ મકનું લોકાર્પણ કરી નિરિક્ષણ હાથ ધર્યું
રાજકોટના પેડક રોડ ખાતે ગુજરાત રાજય પોલીસ આવાસ નિગમ દ્રારા રૂ.૧૯૮ લાખના ખર્ચે બનેલ બી-ડીવીઝન પોલીસ સ્ટેશન તા રૂ.રપ૦ લાખના ખર્ચે કુવાડવા રોડ પર બનેલ પોલીસ સ્ટેશનનું લોકાર્પણ મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ કર્યુ હતું. મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ સમગ્ર પોલીસ સ્ટેશનનું નિરિક્ષણ કર્યુ હતું
બી ડીવીઝન પોલીસ સ્ટેશન ૪૦૧૩.૪૯ ચો.મીમાં ફેલાયેલું છે. જેમાં ગ્રાઉન્ડ ફલોરમાં પી.આઇ.રૂમ, વાયરલેશરૂમ, લોકઅપ, પાસર્પોર્ટ રૂમ, વિશાળ પાર્કિગ, કોમ્પ્યુટર રૂમ, ફસ્ર્ટફલોરમાં ઇન્વેસ્ટીંગેશન રૂમ, લાયબ્રેરી, રેકર્ડરૂમ, સેક્ધડ ફલોર પર બેરેક,કીચન સહીતની સુવિધાઓનો સમાવેશ થાય છે.
તેમજ કુવાડવા રોડ પોલીસ સ્ટેશન ખાતે આવીજ સુવિધા ઉપલબ્ધ છે.સુવિધાયુકત પોલીસ સ્ટેશનના કારણે પોલીસ કર્મચારીઓને સુવિધાયુકત માહોલવાળું વાતાવરણ પ્રાપ્ત થશે.આ પ્રસંગે સાંસદ મોહનભાઇ કુંડારિયા, ધારાસભ્યો ગોંવિદભાઇ પટેલ, અરવિદભાઇ રૈયાણી, લાખાભાઇ સાગઠીયા, કલેકટર રાહુલ ગુપ્તા ,પોલીસ કમિશ્નર અનુપમસિંહ ગેહલોત, કાર્યપાલક ઇજનેર યુ.સી.કકકડ, નાયબ કાર્યપાલક ઇજનેર જે.આર.જોષી સહીતના અધિકારી પદાધિકારીઓ ઉપસ્તિ રહયા હતા.