રેલવે વિભાગ દ્વારા જેતલસર જંકશન અને વાંસજાળિયા જંકશન વચ્ચે અબજો રૂપિયાનો ખર્ચ કરી નવી બ્રોડગેજ લાઇન રૂપાંતરિત કરી છે અને હાલ આ રૂટ પર ઈલેક્ટ્રીફીકેશનનું કામ પણ ચાલી રહ્યું છે જે કામ ટૂંક સમયમાં પૂર્ણ થઈ જશે તેવી પણ રેલવે વિભાગ દ્વારા જાહેરાત કરવામાં આવી છે પરંતુ હાલ અહિયાં આ રૂટ પર છેલ્લા ઘણા સમયથી એક પણ લોકલ ટ્રેન જ નથી ચાલતી આ ઉપરાંત રાજકોટ જીલ્લાના ઉપલેટા વિસ્તારના મુસાફરો માટે પૂરતી રેલવેની સુવિધા નહીં હોવાને લઈને મુસાફરો મોંઘા ભાડા ચૂકવવા મજબૂર છે ધરાવતા તેવું સામાજિક આગેવાનો અને આ વિસ્તારના મુસાફરો રોષ સાથે જણાવે છે.ઉપલેટા પંથકના મુસાફરો પૂરતી ટ્રેન સુવિધાઓથી શરૂઆતથી જ વંચિત છે. આ ઉપરાંત આ વિસ્તારના મુસાફરોને જ્યારે પણ ધાર્મિક સ્થળોએ જવા માટે તેમજ અપડાઉન માટે ટ્રેનની કોઈ સારી સુવિધાઓ જ નહીં હોવાનું પણ સામે આવ્યું છે. જેને લઈને અહિંયાના મુસાફરો સાથે અન્યાય ભર્યું વર્તન થઈ રહ્યું હોઈ અહીંયા ઉપલેટાથી બે જ ટ્રેનો ચાલી રહે છે આ ઉપરાંત એક વિકલી ટ્રેન ચાલે છે જેમાં આ વિકલી ટ્રેનનો ઉપલેટામાં પણ ટૂંકા પ્લેટફોર્મની સમસ્યાનો સામનો કરવો પડે છે અને જીવનું જોખમ લેવું પડે છે.
મુસાફરો દ્વારા વિવિધ પ્રશ્ર્નોની રજૂઆત કરવા છતાં કોઇ રસ ન લેતું હોવાની રાવ
ઉપલેટા પંથકના લોકોના પરિવહન માટે રેલવેની પૂરતી ટ્રેન સેવા ઉપલબ્ધ નથી ત્યારે આ વિસ્તારમાં હાલ એક પણ લોકલ ટ્રેન સુવિધા ઉપલબ્ધ જ નથી જેને લઈને મુસાફરીમાં અગવડ પડી રહી છે. આ વિસ્તારમાં લાંબા અંતરની એકમાત્ર ટ્રેન ચાલે છે જે અઠવાડિયામાં એક જ વાર આવે છે અને જે છે જે ટ્રેન પણ હાલ ઉપલેટા રેલવે સ્ટેશન ખાતે આવતી લાંબા અંતરની એકમાત્ર ટ્રેન છે જે ટ્રેન પણ મોતની સવારી છે કારણ કે ઉપલેટા ખાતેથી પસાર થતી લાંબા અંતરની ટ્રેન પ્લેટફોર્મની બહાર છ જેટલા કોચ નીકળી જાય છે જેને લઈને મુસાફરો મોતના મુખમાંથી પસાર થતાં હોવાની રાવ કરે છે અને ઘણી વખત મુસાફરો અકસ્માતનો ભોગ બનતા હોવાની પણ ઘટનાઓ બની ચૂકી છે.
આ સમસ્યા તેમજ મુસાફરો અને લોકોની રેલવે પ્રત્યેની માંગ અંગે લોકો જણાવે છે કે, હાલ અહિયાં બે સવાર અને સાંજ લોકલ ટ્રેન શરૂ કરવાની ખાસ જરૂર છે જીવના જોખમે ચડવું અને ઊતરવું પણ મોતને ભાળવા સમાન છે કારણ કે આ લાંબા અંતરની ટ્રેન છેલ્લા ઘણા સમયથી પોતાના સમયથી મોડી ચાલે છે જેને લઈને આ ટ્રેન ક્યારેક વહેલી સવારે અથવા તો રાત્રની મોડી આવે છે તે ટ્રેન આવે ત્યારે મુસાફરોને જે પ્લેટફોર્મ ઉપર જીવનું જોખમ ખેડવું પડે છે તે દૂર કરવા માટે પ્લેટફોર્મની લંબાઈ પણ ટ્રેનની લંબાઈ અનુસાર વધારવી જોઈએ તેવી પણ લેખિત માંગણીઓ મુસાફરો દ્વારા કરવામાં આવી છે.સારા કાર્ય માટે અને સારા કામ માટેની માંગણીઓ રજૂઆતોને લઈને લેખિત રજુવાત કરવામાં આવી છે છતાં જવાબદાર અધિકારીઓ ઓમાનવતાના હિત અને લોકોની જરૂરિયાતો માટેના સારા કામની અંદર કોઈ જ રસ ન લેતા હોવાની આ વિસ્તારના લોકો મા રોષ ભભૂકી ઉઠ્યો આ વિસ્તારમાં અબજો રૂપિયાના ખર્ચે વિકસાવેલ રેલવે લાઇન પર પૂરતી ટ્રેન ન હોવાથી લોકો મોંઘા ભાડા ચૂકવીને ખાનગી વાહનોનો મજબૂરીવષ સહારો લઈ રહ્યા છે જેમાં આ વિસ્તારમાં ઉપલેટાથી સોમનાથ જવા માટે એક જ ટ્રેન છે જે શરૂ કરવામાં આવે ત્યારે લોકલ ટ્રેન હતી પરંતુ બાદમાં કોરોના કાર્ડની અંદર બંધ રહેલી ટ્રેનને લોકલ માંથી એક્સપ્રેસમાં પરિવર્તન કરી દેવામાં આવી છે.આ વિસ્તારમાંથી લોકોની માંગણીઓ અનુસાર પોરબંદર સુરત વાયા જેતલસર જંકશન પોરબંદર હરિદ્વાર વાયા જેતલસર જંકશન તેમજ બે જોડી લોકલ ટ્રેન કાયમી માટે શરૂ કરવાની અનેક માંગણીઓ
રેલવેના અધિકારીઓને પાસે કરવામાં આવી છે તેવું મુસાફરો અને સ્થાનિક આગેવાનોએ જણાવ્યું છે. આ વિસ્તારમાંથી દ્વારકા, હરિદ્વાર, અજમેર તથા અન્ય રાજય મા જવા માટેની ટ્રેનો એક પણ ન ફાળવતા પેસેન્જરોમા રોષ છે અને આ ટ્રેનો ફાળવાઇ તે માટે ઉપલેટાના લોકોએ દસ વર્ષથી લેખિત રજૂઆત અનેકવાર કરેલ જે બાબતે પણ કોઈ રાકરણ ન આવેલ હોવાથી ધોરાજી-ઉપલેટા વિસ્તારના લોકો જણાવે છે કે જવાબદાર અધિકારીઓ પજાનિ માગણી મુજબની રેલવે સુવિધાઓ વધારવા માટે નિષ્ફળ જશે તો તેમનું પરિણામે આગામી મુસાફરો રેલવે થી મોં ફેરવી લે તો નવાઈ નહિ.