ગુજરાત રાજય કાનુની સેવા સત્તા મંડળ, અમદાવાદના આદેશ અનુસાર જીલ્લા કાનુની સેવા સત્તા મંડળ રાજકોટના ચેરમેન અને મુખ્ય જીલ્લા ન્યાયાધીશ કુ. ગીતા ગોપી ની સુચના અને માર્ગદર્શન અનુસાર બંધારણમાં આવેલ મુળભુત પાયાના સિઘ્ધાંત સર્વને સમાન ન્યાય ને ઘ્યાનમાં રાખી તમામ જનસમુદાયને ન્યાય મેળવવા માટે તથા સંબંધીત કાયદાકીય બાબતો અંગે પ્રાથમીક મળી રહે તે હેતુથી રેસકોર્ષ ખાતે મલ્હાર લોક મેળામાં તા. 22 થી 26 દરમ્યાન કાયદાકીય જનજાગૃતિ સ્ટોલ રાખવાનું આયોજન કરવામાં આવેલું છે.
જેના ભાગરુપે જીલ્લા કાનુની સેવા સતા મંડળ, રાજકોટના ફુલ ટાઇમ સેક્રેટરી એચ.વી. જોટાણીયા દ્વારા સ્ટોલનું ઉદધાટન કરવામાં આવેલું છે. જે સ્ટોલમાં જીલ્લા કાનુની સેવા સત્તા મંડળ રાજકોટના પેરા લીગલ વોલન્ટીયર્સ, હરીવંદના લો કોલેજના વિઘાર્થીઓ તથા અગાઉ પેરા લીગીલ વોલન્ટીયર તરીકે સેવા આપનાર વછોલન્ટીયર્સ દ્વારા સવારના 9કલાકથી રાત્રીના 1ર કલાક સુધી દ્વારા મફત કાનુની સહાય અંગે જાહેર જનતાને જાગૃત કરવામાં આવશે.