વિશ્વ પર્યાવરણ દિન ૫મી જૂન ૨૦૧૮ની ઉજવણી માટે યુનાઈટેડ નેશન દ્વારા ભારતને યજમાન દેશ જાહેર કરવામાં આવેલ છે. અને યુ.એન. દ્વારા ચાલુ વર્ષની ઉજવણી માટે બેસ્ટ પ્લાસ્ટીક પોલ્યુન થીમ ડીકલેર કરવામાં આવેલ છે.
ગુજરાત પ્રદુષણ નિયંત્રણ બોર્ડ સુરેન્દ્રનગર દ્વારા જિલ્લા વહીવટી તંત્ર તથા જિલ્લાનાં ઉદ્યોગોના સહયોગથી સુરેન્દ્રનગર ખાતે વિશ્વ પર્યાવરણ દિનની ઉજવણી કરવામાં આવનાર છે. જે અંતર્ગત લોકોમાં પર્યાવરણીય જાગૃતિ કેળવાય તે માટે તા.૫ જૂન ૨૦૧૮ના રોજ સવારે ૮ કલાકે કલેકટર કચેરી ખાતેથી પર્યાવરણીય જનજાગૃતિ રેલી સ્કુટર રેલીનું આયોજન કરવામાં આવેલ છે.
જેને કલકેટર કે.રાજેશ પ્રસ્થાન કરાવશે. આ રેલી સુરેન્દ્રનગર તથા વઢવાણના મુખ્ય માર્ગો પર પસાર થઈ ધોળીધજા ડેમ ખાતે પૂર્ણ થશે. ધોળીધજા ડેમ સા,ટ ખાતે ૯.૩૦ કલાકે મહાનુભાવોનાં હસ્તે વૃક્ષારોપણ કરવામાં આવશે.
આ પ્રસંગે ધારાસભ્ય ધનજીભાઈ પટેલ, નૌશાદભાઈ સોલંકી, ઋત્વિકભાઈ મકવાણા, પરસોતમભાઈ સાબરીયા, સોમાભાઈ પટેલ વિશેષ ઉપસ્થિત રહેશે.