મેનેજીંગ ડાયરેકટર બી.કે. પંડયાના હસ્તે રેલીનું પ્રસ્થાન: ૪૫૦ થી વધુ અધિકારીઓ અને કર્મચારીઓ રેલીમાં જોડાયા
પશ્ર્ચિમ ગુજરાત વિજ કંપની લિ. રાજકોટ દ્વારા મહાત્મા ગાંધી જન્મ જયંતિ ના ૧૫૦ વર્ષને અનુલક્ષી ને કર્મચારીઓ અને સમાજ બીન પરંપરાગત ઉર્જા ના વપરાશ માટે માહીતી સર્તકતા આવે તે હેતુથી તા. ૧ થી ૬ ઓકટો. ૨૦૧૮ દરમ્યાન બીન પરંપરાગત ઉર્જા સપ્તાહ ની ઉજવણી કરવામાં આવી રહી છે.
ઉજા સપ્તાહની ઉજવણીના પ્રથમ સોપાન તરીકે ગઇકાલે પીજીવીસીએલનાં અધિકારીઓ અને કર્મચારીઓ દ્વારા સમાજમાં વિજ બચત તથા વિજ અકસ્માત નિવારણ અંગે લોક જાગૃતિ કેળવાય તે હેતુથી રેલીનું આયોજન કરાયેલ હતું.
મેનેજીંગ ડાયરેકટર બીકે.પંડયા દ્વારા લીલી ઝંડી આપી રેલીનું પ્રસ્થાન થયેલ હતું. રેલીમાં મુખ્ય ઇજનેર જે.જે. ગાંધી,એચ.પી કોઠારી અધિક્ષક ઈજનેર પી.એન. વ્યાસ ઉ૫સ્થિત રહેલ. શહેર વર્તુળ કચેરી કોર્પોરેટ ઓફીસ, શહેર વર્તુળ ગ્રામ્ય વર્તુળ તથા જેટકોના આશરે ૪પ૦ કર્મચારીઓ એ આ રેલીમાં ભોગ લીધેલ હતો.
સમગ્ર રેલી લક્ષ્મીનગર ખાતે શહેર વર્તુળ કચેરી ના પટ્ટાંગણથી શરુ થઇ નાના મવા રોડ રાજનગર ચોક, અશોક ગાર્ડન, ઉમાકાંત પંડીત ઉઘોગનગર રાધાનગર રોડ જેવા માર્ગો પરથી પસાર થયેલ હતી.
બિન પરંપરાગત ઉર્જા સપ્તાહ નીમીતે પીજીવીસીએલ હેઠળની તમામ કચેરીઓમાં કર્મચારીઓ દ્વારા બીન પરંપરાગત ઉજા અંગેની પ્રતિજ્ઞા જુદા જુદા સ્થળો ઉપર વીજ બિન પરંપરાગત ઉર્જા અંગેનું નિર્દશન માર્ગદર્શન તથા પેમ્પલેટ વિતરણ કર્મચારીઓ માટે બીન પરંપરાગત ઉજા સૂત્રો ની હરીફાઇ શાળાના વિઘાર્થીઓ માટે ચિત્ર સ્પર્ધા નિબંધ સ્પધા જેવા કાર્યક્રમોનું આયોજન પણ કરવામાં આવ્યું છે.