ભારત સરકારના મહિલા તેમજ બાળ વિકાસ મંત્રાલય અને દાદરાનગર હવેલી રાજય બાળ સુરક્ષા સોસાયટી દ્વારા પ્રાયમરી તેમજ અપર પ્રાયમરી શાળા ગધેરપાડા તેમજ વાસોણામાં પોકસો એકટ બાળ વિવાહ, બાળ અધિકાર, ગુડટચ અને બેડ યચ પર સ્કુલના વિદ્યાર્થીઓ માટે જનજાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યુ હતુ આ કાર્યક્રમમાં બાલ સુરક્ષા સર્વિસના રાજય કાર્યક્રમ નિર્દેશક પ્રશાંત બરડે, સ્કુલના પ્રાચાર્ય રમણભાઈ, કાર્યક્રમ અધિકારી મનોજ પટેલ, જયંતી પટેલ તેમજ દિપ્તી ચૌધરી ઉપસ્થિત હતા.
પ્રશાંત બરડેએ પોતાના ભાષણમાં સ્કુલના વિદ્યાર્થીઓને બાળ અધિકાર પ્રોકસો એકટ ૨૦૧૨ તેમજ ગુડ ટચ અને બેડ ટચ પર સવિસ્તારથી વિસ્તૃત જાણકારી આપી સાથે જ આ ચાઈલ્ડ હેલ્પલાઈન નંબર ૧૦૯૮ પર કેવી રીતે કોલ કરવો તે બધા બાળકોને પ્રેકટીકલ બતાવ્યું ત્યાર બાદ મનોજ પટેલે બાળ વિવાહ કેવી રીતે રોકી શકાય તેના પર વિસ્તૃત જાણકારી આપી એસસીપીએસ કાર્યક્રમ અધિકારી દિપ્તી ચૌધરીને બાળ મજૂરી રોકવા તેમજ મહિલા હેલ્પલાઈન ૧૮૧ વિષય પર જાણકારી આપી કાર્યક્રમમાં વિદ્યાર્થીઓ, શિક્ષકો અને ગ્રામીણો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા.