” મોડો મળતો ન્યાય તે ન્યાય ન મળવા બરાબર છે, સો ગુનેગાર ભલે છૂટી જાય, પણ એક નિર્દોષને સજા ન થવી જોઈએ !! “
ભારતના ન્યાયતંત્રમાં રહેલી ઘણી વિસંગતતાઓને કારણે વિશ્વમાં ભારતીય ન્યાય પ્રણાલી વિશે ખોટો મેસેજ જઇ રહ્યો છે દરેક સમાજનું માળખું એ સમાજની સંસ્કૃતિ ઉપર ટકાઉ હોય છે એમ દરેક દેશની વ્યવસથા ન્યાયપ્રણાલી ઉપર
ટકેલી હોય છે. સરમુખત્યારશાહીની અલગ પ્રકારની વિભાવનમાં ન્યાયપ્રણાલી દમનકારી હોય છે. સામંતશાહી માં ન્યાયપ્રણાલી વ્યક્તિ કેન્દ્રી હોય શકે, જ્યારે લોકશાહીમાં ન્યાયપ્રણાલી લોકો માટે મજબૂર નહીં પણ મજબૂત હોવી ઘટે. ન્યાયપ્રણાલી ની મજબૂતાઇ તેની તટસ્થતા ઝડપ અને પારદર્શિતા ઉપર આધારિત હોય છે.
લોકશાહીના ચાર સ્તંભોમાં સંસદ કૅબિનેટ, ન્યાયપ્રણાલી અને મીડિયા માથી કોઈ પણ એક સ્તંભના નબળા પડવાથી લોકશાહીની વિભાવના દ્રઢતા પૂર્વક વર્તી શકતી નથી.ભારતમાં ન્યાય મેળવવા માટે લડતો ચલાવવી પડે છે. એ લડાઈ ને મીડિયામાં ઉછાળે છે. એક બીજા ઉપર આક્ષેપો કરે છે ત્યારે સામાન્ય જન વિમાસણમાં છે કે ન્યાય માટે જેમની પાસે અપેક્ષા છે એ જ સંસ્થા ઉપેક્ષિત કઈ રીતે હોય શકે?
ભારતીય ન્યાય પ્રણાલી વિશે બહુ સ્પષ્ટ અભિપ્રાય આપતા પ્રખ્યાત દ્વારા શાસ્ત્રી અભય ભારદ્વાજે જણાવ્યુ હતું કે સમુગળી ન્યાય પ્રક્રિયામાં બદલાય લાવવો જરૂરી છે.
સૌરાષ્ટ્ર યુની.માં કુલપતિનો કાર્યક્રમ પૂરો કરી રહેલા પ્રો.પ્રતાપસિંહ ચૌહાણે ન્યાય પ્રણાલીમાં સુધારા માટે યુવાનો જોડવાની વાત ને મહત્વ આપ્યુ હતું. પ્રો.પ્રતાપસિંહ ચૌહાણે વધુ માં જણાવ્યુ હતું કે યુનિવર્સિટી કક્ષાએ આ પ્રયત્નોણે પ્રાધાન્ય આપવામાં આવે તે જરૂરી છે.
કોર્ટ ની કાર્યવાહી પારદર્શક બનાવવા માટે કોર્ટરૂમ ની અંદરની દરેક કાર્યવાહીને રેકોર્ડ કરવાની જરૂરિયાત ઉપર ભાર મુક્તા લુધિયાણાં હાઇકોર્ટ (પંજાબ)થી આવેલા હરમીતસિંહે વધુમાં જણાવ્યુ હતું કે ન્યાયપ્રણાલીમાં ભષ્ટાચારની બોલબાલા વધી ગઇ છે. સાચો ન્યાય મળતો નથી. રૂપિયા આપી ને પોતાના પક્ષે ન્યાય ખરીદવામાં આવે છે. કાનૂન વ્યવસ્થા અને ન્યાયવ્યવસ્થાનું સંકલન સાધવું જરૂરી છે. ગ્રામ્ય કક્ષા એ જ ન્યાય મળી રહે તો શહેરી કક્ષાએ હાઇકોર્ટ અને સુપ્રીમકોર્ટનું
ભારણ ઘટાડી શકાય. અને ન્યાય મેળવવાની ઝડપમાં પણ વધારો થઈ શકે.