પબજી મોબાઈલની ભારતમાં વાપસી થઇ રહી છે. સાઉથ કોરિયન કંપની પબજી કોર્પોરેશને એલાન કર્યુ છે કે કંપની ભારતીય માર્કેટ માટે નવી ગેમ લઇને આવી રહી છે જે ભારત માટે જ બનાવવામાં આવી છે. આ વખતે ચીની કંપની સાથે કંપની કોઇ પાર્ટનરશિપ નહી કરે. પબજી કોર્પોરેશન અનુસાર ભારતમાં પબજી મોબાઈલ ઇન્ડિયા લોન્ચ કરવામાં આવશે. કંપનીએ કહ્યું કે આ નવી એપ ડેટા સિક્યોરિટીને વધુ સારી રીતે ફૉલો કરશે. કંપની 7.46 અબજ રૂપિયાનું રોકાણ કરશે.
પબજી કોર્પોરેશન દ્વારા જારી કરવામાં આવેલી ઑફિશિયલ પ્રેસ રીલીઝમાં કહેવામાં આવ્યુ છે, પ્લેયર્સ અનોન બેટલગ્રાઉન્ડના ક્રિએટર પબજી કોર્પોરેશન, જે સાઉથ કોરિયન કંપની ક્રાફ્ટઓન સબસિડરી છે, આજે એલાન કરે છે કે ભારતમાં પબજી મોબાઈલ ઇન્ડિયા લોન્ચ કરવાની તૈયારી ચાલી રહી છે.