એક મહિના પહેલા સરકારે મુકેલા પ્રતિબંધ બાદ અંતે પબજી કોર્પોરેશને કરી સત્તાવાર જાહેરાત
આજે પબજી મોબાઈલ ઈન્ડિયાના ઓફિશિયલ પેજે ઘોષણા કરીને જણાવ્યું કે હવે પબજી મોબાઈલ અને પબજી મોબાઈલ લાઈફ ૩૦ ઓક્ટોબરથી બંધ થવા જઇ રહી છે. હકીકતમાં ૨ સપ્ટેમ્બરે ગેમને બેન કરવામાં આવી હતી તેમ છતાં હજુ સુધી ગેમ ચાલી રહી હતી. કંપનીએ ગુરુવારે ફેસબુક પરની એક પોસ્ટમાં આની જાણ કરી. લગભગ એક મહિના પહેલા ભારતે ૧૧૮ એપ્સ પર પ્રતિબંધ મૂક્યો હતો. આ ૧૧૮ એપ્સમાં, ભારતમાં પ્રખ્યાત ગેમિંગ એપ્લિકેશન પબજી પર પણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. ભારત સરકારે આ એપ બંધ કરવાનું કારણ ચીનથી સુરક્ષાનો ખતરો જણાવ્યું હતું. હવે આ જાહેરાત એવા સમયે કરવામાં આવી છે જ્યારે પબજી મોબાઇલના ડેવલપર પબજી કોર્પે લિંક્ડઈન પર એક પોસ્ટમાં જણાવ્યું હતું કે બેટલ રોયલ-સેટાઇવ ગેમ્સની ભારત વાપસીની સંભાવના છે. પબજી મોબાઈલ ઈન્ડિયાએ તે બાદ જણાવ્યું હતું કે, પબજી મોબાઈલના પબ્લિશિંગ રાઇટ્સ એકવાર ફરી પબજી કોર્પોરેશન પાસે આવી ગયા છે. તેમણે સાથે જ જણાવ્યું કે હંમેશા ભારત માટે આગળ રહેશે અને તમામ નિર્ણય સ્વીકારશે.