PUBG મોબાઇલ ટૂંક સમયમાં ભારત પરત આવવાની છે. PUBG કોર્પોરેશને ભારતમાં કર્મચારીઓ જોઈતા હોવાની જાહેરાત આપી છે. કોર્પોરેટ ડેવલપમેન્ટ ડિવિઝન મેનેજરની પોસ્ટ માટે પુબગ કોર્પોરેશને લિંક્ડ ઇન પર પોસ્ટ કર્યું છે. આ નોકરી માટે પાંચ વર્ષનો અનુભવ માંગવામાં આવ્યો છે.
Pubg એ ગત મહિનામાં જ ચાઈનિઝ કંપની ટેનસેન્ટ ગેમ્સ સાથે છેડો ફાડી નાખ્યો હતો. Pubg ગેમ કોરિયાની pubg કોર્પોરેશને તૈયાર કરી હતી, પણ ભારત અને ચિનમાં ટેંનસેન્ટ ગેમનું સંચાલન કરે છે.
નોંધનીય છે કે, અગાઉ અલગ રિપોર્ટ્સમાં દાવો કરવામાં આવ્યો હતો કે એરટેલ અને PUBG મોબાઇલ વચ્ચે વાટાઘાટો ચાલી રહી છે. જો વાતચીત સફળ થાય તો પબજી મોબાઇલ ટૂંક સમયમાં ભારતીય માર્કેટમાં કમબેક કરશે. રિલાયન્સ જિયો સાથેની વાટાઘાટો નિષ્ફળ થયા પછી હવે PUBG કોર્પોરેશન એરટેલ સાથે વાટાઘાટો કરવા પ્રયત્નમાં છે, જોકે એરટેલ અને PUBG વચ્ચે ચર્ચા હાલમાં પ્રારંભિક તબક્કે છે.