રાષ્ટ્રપિતા પૂ. મહાત્મા ગાંધી બાપુની ૧૫૦ મી જન્મ જયંતીની ઉજવણીના અનુસંધાને રાજકોટમાં નિર્માણ પામેલ “ મહાત્મા ગાંધી મ્યુઝીયમ” ગાંધીજીના મૂલ્યો, સિધ્ધાંતો અને ઉદેશોનો વ્યાપ વિશ્વના ફલક ઉપર વિસ્તારવામાં અત્યંત મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવવા જઈ રહયું છે. આ મ્યુઝિયમ પૂ. બાપુને સાચી શ્રધ્ધાંજલિ બની રહેશે.
એક અનોખી અને ઐતિહાસિક પહેલ બની રહેનાર આ મ્યુઝિયમ ગાંધીજીનાં જીવનકાળનું દર્શન તો કરાવશે જ સાથોસાથ તેમણે જે આજીવન સિદ્ધાંતો અને મૂલ્યોનાં સહારે ભારતની અભૂતપૂર્વ ચળવળનું નેતૃત્વ કર્યું હતું તેના બીજ રાજકોટમાં વવાયા હતા. તા.૨-ઓકટોબર, ૧૮૬૯નાં રોજ પોરબંદરમાં જન્મેલા પૂ. ગાંધી બાપુ માત્ર ૭ વર્ષની વયે જ સહપરિવાર પોરબંદરથી રાજકોટ આવ્યા હતાં. તેમના પિતાશ્રી કરમચંદ ગાંધી ક.બા. ગાંધી તરીકે પણ જાણીતા હતાં. તેઓ પોરબંદર રાજ્યના દિવાન હતાં. ઈ.સ.૧૮૭૬માં કરમચંદ ગાંધી રાજકોટનાં રાજવીનાં દિવાન તરીકે નિયુક્ત થતા ગાંધી પરિવાર રાજકોટ આવ્યો હતો….અને એ સાથે જ ૭ વર્ષના મોહનદાસ ગાંધીની “મહામાનવ” પદ તરફની કૂચ શરૂ થઇ હતી.
રાજવી પરિવારે કરમચંદ ગાંધીની નિષ્ઠાભરી સેવાઓથી પ્રભાવિત થઇ તેમને રહેવા માટે ૧૦૦૦ ચો. વાર જમીનના પ્લોટની ઓફર કરી હતી પરંતુ કરમચંદ ગાંધીએ છ સભ્યોના પરિવાર માટે માત્ર ૫૦૦ વાર જગ્યા પર્યાપ્ત હોવાનું જણાવી એટલી જ જગ્યા જ મેળવી હતી. આ જગ્યા એટલે જ હાલના ધર્મેન્દ્ર રોડ પાસેના “ક. બા. ગાંધી”નાં ડેલાની જગ્યા. પૂ. ગાંધી બાપુ રૈયા નાકા ટાવર પાસેની હાલની શાળા નં.૫ કે જે પ્રતાપકુંવરબા શાળા તરીકે ઓળખાય છે ત્યાં ધો.૧થી૪ સુધીનો અભ્યાસ કર્યો હતો. ત્યારબાદ તેમણે ધો. ૫ થી મેટ્રિક સુધીનો અભ્યાસ કાઠિયાવાડ અંગ્રેજી સ્કૂલમાં પૂર્ણ કર્યો હતો. કાઠિયાવાડ સ્કૂલ એટલે જ આજની આલ્ફ્રેડ હાઈસ્કૂલ તરીકે ઓળખાતી શ્રી મોહનદાસ ગાંધી વિદ્યાલય”.
પિતાશ્રીએ વસાવેલા પુસ્તકો અને શાળામાંથી પ્રાપ્ત કરેલા જ્ઞાન તેમજ માતા પુતળી બાઈ અને પિતા કરમચંદે આપેલા સંસ્કારો મોહનદાસને તેમના સમગ્ર જીવન પર્યંત એક ચોક્કસ ધ્યેય સાથેના માર્ગ પર લઇ ગયા.
પૂ. ગાંધીજી પિતાએ ખરીદી આપેલા હાર્મોનિયમ વગાડતા અને ભજનો પણ ગાતા હતાં. પિતાજીની સુશ્રુષા કરવાના કારણે હાઈસ્કૂલમાં મોડા પહોંચેલા પૂ. ગાંધી બાપુને હેડ માસ્તર શ્રી ગીમી સાહેબ બે આનાનો દંડ કરે છે, જોકે શ્રી ગીમી સાહેબ ગાંધીજીનાં મોડા આવવાનું કારણ જાણ્યા બાદ દંડ રદ કરે છે અને કસરત કરવાના પીરીયડમાંથી પણ મુક્તિ આપે છે. આ ઉપરાંત શાળામાં ખોટી જોડણી લખનાર ગાંધી બાપુ શિક્ષકનાં સૂચવવા છતાં બાજુમાં બેઠેલા છાત્રની બુકમાં જોઈને લખવાનો ઇન્કાર કરે છે. એમ કહી શકાય કે, આ બને ઘટનાઓ પૂ. બાપુને સત્યના માર્ગે ચાલવા પ્રેરે છે. પૂ.બાપુને “મોહનદાસમાંથી મહાત્મા” બનાવનાર સદગુણો, સંસ્કારો અને આદર્શો – સિદ્ધાંતોનું સિંચન તેમનામાં રાજકોટમાં થયું હતું.
પૂ. ગાંધી બાપુને સંસ્કૃતનાં વિષયમાં ખાસ કાંઈ રૂચિઓ ન્હોતી પરંતુ શિક્ષકની સમજાવટથી તેઓએ પછી તેમાં રૂચિ દાખવવાનું શરૂ કર્યું. મોડેથી ગાંધીજીએ કબૂલ્યું પણ ખરૂ કે, જો શિક્ષકે તેમને સંસ્કૃતમાં રસ દાખવવાની પ્રેરણા નાં આપી હોત તો હું આપણા સંસ્કૃત શાસ્ત્રોમાં રસ ના લઇ શક્યો હોત. ગાંધીજીએ ઈ.સ.૧૮૮૭મા ૧૬ વર્ષની વયે આલ્ફ્રેડ હાઈસ્કૂલમીથી મેટ્રિકની પરીક્ષા પાસ કરી હતી. આ વર્ષમાં જ તેમના પિતાજી કરમચંદ ગાંધીનું નિધન થયું હતું. આ સમયે કરમચંદ ગાંધી રાજકોટ રાહ્ય્ના પેન્શનર હતાં. ત્યારપછીનાં વર્ષે એટલે કે, ૧૮૮૮મા મોહનદાસ ગાંધી બેરિસ્ટર થવા માટે ઉચ્ચ અભ્યાસ કરવા વિદેશ જાય છે.
ઈ.સ.૧૮૯૧માં તેમના માતુશ્રી પુતળીબાઈનું નિધન થાય છે પરંતુ વિદેશમાં રહેલા ગાંધી બાપુને આ ઘટનાની જાણ ન્હોતી. વિદેશમાં પોતે કોઈ કૂસંગત નહી કરે તેવું વચન માતાને આપીને વિદેશ ભણવા ગયેલા ગાંધી બાપુ રાજકોટ પાછા આવી માતુશ્રીને પોતાના આ સંકલ્પ સાથે પોતે અડીખમ રહયા છે એવું કહેવા માંગતા હતાં પરંતુ પોતાની અનઉપસ્થિતિમાં માતાના નિધનથી ગાંધી બાપુને ખુબ જ શોક લાગ્યો હતો અને સમગ્ર જીવન દરમ્યાન તેમને એ અફસોસ પણ રહયો.
બેરિસ્ટર બનીને ભારત પાછા ફરેલા ગાંધી બાપુએ એકાદ વર્ષ મુંબઈમાં અને ત્યારબાદ રાજકોટમાં પોતાની ઓફિસ ખોલીને વકીલાતની પ્રેક્ટિશ કરી હતી. આ દરમ્યાન એક મહત્વની ઘટના બને છે. વિદેશમાં ગાંધી જે પોલીટીકલ એજન્ટને મળ્યા હતાં તે રાજકોટમાં ફરજ પર હતાં. મોટાભાઈનાં કહેવાથી ગાંધી બાપુ પરાણે પરાણે પોલીટીકલ એજન્ટને મળવા જાય છે પરંતુ તેને પોતાની પાસે સમય નથી એમ કહી મુલાકાતની નાં પાડી દીધી, આમ છતાં ગાંધીજી પ્રયાસ કરે છે ત્યારે એજન્ટ પોતાના પટ્ટાવાળા મારફત ગાંધીજીને ત્યાંથી રવાના કરે દયે છે. પોલીટીકલ એજન્ટના આવા અપમાનજનક વર્તાવથી હચમચી ઉઠેલા ત્યારબાદ મનમાં એવું ઠસાવી લ્યે છે તેઓ બ્રિટિશરોને ભારતમાંથી બહાર કાઢીને જ રહેશે. આ ઘટના માત્ર મોહનદાસ ગાંધી માટે જ નહી પરંતુ આખા હિન્દુસ્તાન માટે એક ઐતિહાસિક ટર્નિંગ પોઈન્ટ સમાન બની ગઈ હતી.
ઈ.સ.૧૮૯૩ થી ૧૮૯૬ દરમ્યાન પોરબંદરના મીટર શેખ અબ્દુલ્લાહની દક્ષિણ આફ્રિકા સ્થિત પેઢીનાં કેસમાં વકીલાત કરવા ગાંધી બાપુ આ ત્રણ વર્ષ દક્ષિણ આફ્રિકામાં રહયા હતાં. અને ત્યારબાદ રાજકોટ પાછા આવી ગયા હતાં. દક્ષિણ આફ્રિકામાં હિન્દુઓની ખરાબ પરિસ્થિતિ વિશે ગાંધીજીએ રાજકોટમાં એક ચોપાનિયું પ્રસિધ્ધ કરી તેઓની સ્થિતિનો ખુબ પ્રચાર કર્યો હતો. આ પત્રિકા માત્ર રાજકોટમાં જ નહી પણ ધીમે ધીમે આખા ભારતમાં લોકજાગૃતિ જગાવવામાં નિમિત બની હતી.
તેમનું બહુમાન કર્યું અને ગાંધીજીના હસ્તે તેમણે માનપત્ર સ્વીકાર્યું પણ ખરું, આ સમયે લખાજીરાજે ગાંધીજીને રાજકોટ આવવા પ્રેમ પૂર્વક નિમંત્રણ આપ્યું. તેનો પ્રતિસાદ આપીને ગાંધીને રાજકોટ આવ્યા ત્યારે રાજકોટ રાજ્ય અને રાજકોટની પ્રજાએ સાથે મળીને ગાંધીજીનું ભવ્ય સ્વાગત કર્યું. દરબારમાં રાજવીએ ગાંધીજીનું સિંહાસન પોતાના જમણા હાથે ગોઠવ્યું અને લાખની સભર રીતે ગાંધીજીને પૂછ્યું “ સરદાર સાહેબ જેવો હું આપનો અનુયાયી ન બની શકું?” અને ઉમેર્યું: ‘ મને પણ તમારો પુત્ર જ ગણજો’.
લાખાજીરાજનું અકાળે અવસાન થયું અને જાણે રાજકોટના ઇતિહાસે એક કરવત લીધી.