જૈનાચાર્ય પૂ. જશાજી સ્વામીની સ્વર્ગારોહણ શતાબ્દી ઉપલક્ષે પૂ. ધીરગૂરૂદેવની પ્રેરણાથી સમૂહ વરસીતપ આરાધનામાં રાજકોટમાં ૨૦૦ જેટલા તપસ્વીઓ જોડાયા છે. જેઓનાં પ્રતિમહિને સંઘ દાતાઓનાં સૌજન્યથી સમૂહ અતરવારણા યોજાઈ રહ્યા છે. જેમાં સ્થાનકવાસી જૈન મોટા સંઘ ભકિતનગર સંઘ હ.ડો. ચંદ્રા અને ડો. મહેન્દ્ર વારીખા, ડો. ભરતભાઈ મહેતા પરિવાર પ્રેરિત વૈશાલીનગર સંઘ દ્વારા સંપન્ન થયા બાદ પંચમ મણકામાં જંકશન પ્લોટ સંઘ પ્રેરિત અ‚ણાબેન વિનોદરાય ઉદાણી હ. પુષ્પાબેન વાડીલાલ બાવીસી તરફથી તા.૧૮-૩ને રવિવારે સવરે ૧૦ થી ૧૧ કલાકે તપસ્વીઓનાં જાપ પ્રયાગ સી, ફલેટ નં. સી/૨, બીજા માળે રાખેલ છે. જાપ બાદ ૧૧.૩૦ કલાકે અતરવારણા સોસાયટીના હોલમાં યોજાશે દરેક તપસ્વીઓએ પોતાનો ઓળખપત્ર સાથે રાખવનો રહેશે. વધુ વિગત માટે ક્ધવીનર જયશ્રીબેન શાહ મો. ૯૯૭૯૨૩૨૩૫૭ નો સંપર્ક કરવા વરસીતપ સમિતિની યાદીમાં જણાવાયું છે.
Trending
- મામલો મેદાને/ બ્રિજરાજ દાન અને દેવાયત ખવડ વચ્ચે ફરી ડખો, ખવડે કહ્યું – “હવે માફી માગું તો ડાયરા મુકી દઈશ”
- વેરાવળ: સરકારી બોયઝ હાઈસ્કૂલ ખાતે ડિઝાસ્ટર સેફ્ટી રિસ્પોન્સ તાલીમ યોજાઈ
- અબડાસા: ICDC ઘટક એક વિથોણ સેજાનો પોષણ ઉત્સવનો કાર્યક્રમ યોજાયો
- Mercedes-AMG CLE ટુંકજ સમયમાં મચાવશે ભારતની બજારમાં ધૂમ…
- વેરાવળ: વિજ્ઞાન-કલાનો આધુનિક બનતો સરકારી વિજ્ઞાન કોલેજમાં યોજાયેલો રાજ્યકક્ષાનો સાયન્સ કાર્નિવલ
- વેરાવળ: રાજ્યકક્ષાના ‘સાયન્સ કાર્નિવલ’ માં આંતરક્ષિતિજો વિકસાવતા સરકારી વિજ્ઞાન કોલેજના વિદ્યાર્થીઓ
- MG M9 Electric MPV ભારતમાં લોન્ચ થવાની તૈયારી ; ભારત મોબિલિટી એક્સ્પોમાં કરશે ડેબ્યૂ…
- સુરત: પોલીસ વિભાગ DCP ઝોન 2માં મિથુન ચૌધરીનું નામ, માહિતી લીક કરવાનું કૌભાંડ આવ્યું સામે