આ પાવન પ્રસંગે જૈન જૈનેતરોને ઉપસ્થિત રહેવા અનુરોધ
રાષ્ટ્ર સંત પુ. નમ્રમુનિ મ.સા. ની પાવક ઉપસ્થિતિ આ ચોમાસામાં રાજકોટને પ્રાપ્ત થઇ છે અને તેનો ભાવભર્યો ઉમંગ માત્ર જૈનોમાં જ નહીં પણ જન – જનના અનેકોનેક ધર્મપ્રેમી હૈયાં માં ઉછળી રહ્યો છે…તેમના રાજકોટ ખાતેના ૭૫ સંત – સતિજીઓના ચાતુર્માસ પ્રવેશની મંગલ શુભેચ્છા આપવા માટે સ્વયં મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી* પણ હાજર રહેવાના છે તેનો રાજીપો ’જૈન વિઝન’ સહિત બધાને છે. એક ધર્મગુરુ સમાજના તમામ લોકોમાં મુઠ્ઠી ઊંચેરો પ્રેમાદર પામે એ ઉપલબ્ધિ જ સ્વંય ’લબ્ધિ’ છે !
દીક્ષા દાનેશ્વરી પૂજ્ય ગુરુદેવ નમ્રમુનિ મહારાજસાહેબ યુવા પેઢીમાં યુથ આઇકોન કહી શકાય એવો પ્રભાવ ધરાવે છે તો અખિલ સુનીલ શાહ જેવા તેજસ્વી યુવાનો પ્રથમ દર્શન અને મુલાકાતમાં ગુરૂદેવને સમર્પિત બની જાય છે, તે જ દશોવે છે કે પૂ.ગુરુદેવમાં કાંઈક અન્ય કરતાં અનોખી ચૂંબકીય શકિત છે. યુગ દિવાકર પૂ.નમ્રમુનિ મહારાજ ના સમાજલક્ષી કાર્યક્રમોમાં શ્વેત વસ્ત્રધારી યુવા વગેની ડિસિપ્લીન ઉડીને આંખે વળગે છે. જૈન વિઝનના ભરતભાઇ દોશીએ કહે છે કે, પૂ.નમ્રમુનિ મહારાજે આજની યંગ જનરેશન ને સોશ્યલ મિડીયામાંથી બહાર કાઢીને ધમે સ્થાનકમાં વારંવાર આવતી કરી છે, એ નાનીસૂની વાત નથી !
“સ્વ ” સાથે ” પર “’નુ પણ કલ્યાણ થાય તેવો તેઓનો ઉમદા અભિગમ હોય છે. જીવદયા, પરોપકાર અને માનવતાના ધ્યેય સાથે જીવવાની સતત પ્રેરણા કરતાં હોય છે. પૂ.નમ્રમુનિ મહારાજ સાહેબે જૈન શ્રેષ્ઠીઓને આહવાન આપીને સમાજ વ્યવસ્થાનો પાયો મજબૂત કર્યો હોવાનું જૈન વિઝનના ધીરેન ભરવાડા, રાજીવ ઘેલાણી, નિતિન મહેતા, વિપુલ મહેતા* માને છે તો જૈન વિઝનના મિલન કોઠારી કહે છે કે, પૂ. નમ્રમુનિ મહારાજ સાહેબ માત્ર સંકેત કરે ત્યાં ફંડ અને દાનની ઝોળી છલકાઈ જાય છે કારણકે તેઓ રૂપિયાના દાનને સવા રૂપિયાની સરવાણી કરી દેવાની ક્ષમતા ધરાવે છે ! સાધર્મિક સહાય ઉપરાંત જરરિયાતમંદ જૈનેતરોને પણ મદદ માટે પણ તેઓ સદૈવ આગળ રહે છે અને એ માટેની પ્રેરણા પણ આપતાં રહે છે !
નમ્રમુનિ મહારાજસાહેબ ની પ્રેરણાથી ચાલતું અર્હમ યુવા સેવા ગૃપ માં હજારો યુવાનો સરાહનીય સેવાના કાર્યો કરી રહેલ છે. પૂ.નમ્રમુનિ મહારાજ લોક કલ્યાણના કાર્યો કરવાની અને પરિગ્રહ છોડવાનો સતત યજ્ઞ ચલાવી રહ્યાં છે અને એટલે જ ’જૈન વિઝન’ પણ આ યજ્ઞમાં પોતાની યત્કિંચિત આહૂતિ આપવા કટિબદ્ધ રહે છે ! પૂ.નમ્રમુનિ મહારાજસાહેબના આગમન સાથે જ વિવિધ સેવાકીય પ્રવૃતિ થકી માનવતા મહોત્સવના સદ્ કાર્યો આરંભી દેનારા ’જૈન વિઝન’ના હોદેદારો પૂ.ગુરુદેવ નમ્રમુનિ મહારાજસાહેબ આદિ સંત – સતિજીઓના ચાતુર્માસ પ્રવેશોત્સવ પાવન પ્રસંગે જૈન – અજૈનને ઉપસ્થિત રહેવા અનુરોધ કરે છે.