કાટકોલામાં ધર્મગુરૂ દાતા શ્રાવકો ભાવિકોના પાવન પગલા વચ્ચે ગ્રામજનોમાં આનંદોત્સવ
શિક્ષણને સૌથી ધર્મમય કાર્ય ગણવામાં આવે છે. ભાણવડના કાટકોલામાં ધીરગુરૂદેવની નીશ્રામાં આંગણવાડીની શિલારોપણ અવસરે કાટકોલામાં ધર્મગુરુ – દાતા – શ્રાવકો- ભાવિકો ના પાવન પગલા વચ્ચે ગામ ઘુંવાડા બંધ જમણ સાથે આનંદોત્સવનો માહોલ ઉભો થઇ રહયો છે.
ભાણવડ તાલુકાના કાટકોલા ગામે જૈનમુનિ પૂ. શ્રી ધીરગુરુદેવ પ્રેરિત કાટકોલાના વતની મસ્કત (ઓમાન) વસતા સ્વ. નાગરદાસ મનજી શાહની સ્મૃતિમાં રમણીકભાઇ શાહ રમેશભાઇ શાહ ને નવીનભાઇ શાહના ઔદાર્ય પૂર્ણ સહકારથી આંગણવાડી શિલારોપણ વિધિ સમારોહનું તા.24 ને ગુરુવારે સવારે 10 થી 12 કલાકે આહિર સમાજમાં આયોજન કરાયું છે.
પૂ. ગુરુદેવ સવારે 9 કલાકે કાટકોલા ખાતે ચંદનબેન ધીરજલાલ મણિયાર જૈન ઉપાશ્રયે પધાર્યા બાદ 9.30 કલાકે મુખ્ય માર્ગે થઇ આહિર સમાજમાં પધારશે.
શિલારોપણ વિધિ બાદ ગુરુભકત પરિવાર તરફથી ઘુંવાડા બંધ ગામજમણ રાખેલ છે.
આ પ્રસંગે કિશોરભાઇ મણિયાર વગેરે ઉપસ્થિત રહેશે.
જયાબેન નાગરદાસ મનજી શાહ પરિવારના મુખ્ય યોગદાનથી ઓમાનવાલા ઉપાશ્રય રાજકોટ તેમજ જૈન ભોજનાલય, આકોલામાં ઓમાનવાલા ફલેટ, કાંદીવલીમાં ઓમાનવાલા વિવિધ લક્ષી હોલ આમ, ધર્મ અને સમાજ ઉપયોગી પ્રવૃતિમાં કરોડોના દાન કરેલ છે.