ઈન્દ્રપ્રસ્થનગરમાં કાલે સવારે ગુણાનુવાદ સભા
ઈન્દ્રપ્રસ્થનગર સ્થાનકવાસી જૈન સંઘ ખાતે નરભેરામ પાનાચંદ મહેતા – જૈન ઉપાશ્રય, હેમુગઢવી હોલ પાસે, રાજકોટમાં ગોંડલ સંપ્રદાયના પૂ. ધીરગૂરૂદેવનાં આજ્ઞાનુવર્તી પૂ. પારસમૈયાના સુશિષ્યા પૂ. અનસૂયાબાઈ મ.સ.ના પુત્રી રત્ના બા.બ્ર. પૂ. જયોત્સ્નાબાઈ મ.સ. ૮૦ વર્ષની વયે ૬૫ વર્ષની દીક્ષા સહિત તા.૨ના પૂ.નર્મદાબાઈ મ.સ.ના શ્રીમુખે આજીવન સંથારો ગ્રહણ કર્યા બાદ પૂ. ધીરગૂરૂદેવ દર્શન આપવા પધાર્યા હતા. પૂ. હસુતાજી મ.સ. પૂ. હર્ષિદાજી મ.સ. સેવારત હતા સંથારા સાધક પૂ. જયોત્સ્નાબાઈ મ.સ.નો છેલ્લા સાત દિવસથી સમાધિભાવે સ્વાધ્યાય શ્રવણ કરતા ગઈકાલે તા.૮ને સોમવારે બપોરે ૪ કલાકે સંથારો સીજી ગયો છે.
આજે સવારે ૮.૩૧ કલાકે પાલખીયાત્રા નીકળી હતી સકલ જૈન સમાજ પાલખીયાત્રામાં જોડાયો તહો.
પૂ. મહાસતીજીના પિતા જેઠાલાલભાઈ બાવીસી અને માતા અનસૂયાબેન હતા. માતા -પુત્રીએ સાથે દીક્ષા અંગીકાર કરેલ. પૂ. જયોત્સનાબાઈ મ.સ.ની ઉંમર ૧૪ વર્ષની હતી.રજનીભાઈ બાવીસીના સંસારપક્ષે બહેન અને માધવજી જાદવજી વોરાના ભાણેજ થતા હતા.પૂ. જયોત્સનાબાઈ મ.સ.ની ગુણાનુવાદ: તા.૧૦ને બુધવારે સવારે ૯ કલાકે જાપ અને ૯.૩૦ થી ૧૧ કલાકે ગુણાનુવાદ ઈન્દ્રપ્રસ્થનગરમાં રાખેલ છે.
ગોંડલ ગચ્છ શિરોમણી અને પૂ. ધીરગૂરૂદેવની સંથારા આરાધક મહાસતીજીને પવિત્રાંજલી દેશ-વિદેશમાં મોખરાનું સ્થાન ધરાવનાર ગોંડલ સંપ્રદાયના સંથારા આરાધક ૧૪ વર્ષની વયે માતા સાથે સીક્ષા અંગીકાર કરનાર પૂ. રંભાબાઈ મ.સ.ના સુશિષ્યા બા.બ્ર. પૂ. જયોત્સ્નાબાઈ મ.સ.એ કર્મો સામે કેસરીયા કરી, નાશવંત દેહની મમતાનો ત્યાગ કરી સમતાભાવ ધારણ કરી પૂ.શ્રી ધીરગુરૂદેવની આજ્ઞા પ્રાપ્ત કરી.
તા.૨.૪.૧૯ના એડનવાલા આરાધના ભવનથી ઈન્દ્રપ્રસ્થનગર જૈન સંઘ ખાતે આજીવન સંથારો પૂ. નર્મદાબાઈ મ.સ.ના શ્રીમુખે ગ્રહણ કરી સમાધિભાવે ઝૂલતા ૭ દિવસ પસાર કરી જિનશાસનની શોભા વધારી હતી.ચૈન્નાઈ બિરાજીત ગોંડલ ગચ્છ શિરોમણી પૂ. જશરાજજી મ.સા.એ જણાવેલ કે સંધારા સાધક પૂ. મહાસતીજીને ખૂબ ખૂબ ધન્યવાદ અને તેઓની સાધના એકાવતારી પદ અપાવે તેવી મંગલ ભાવના.
પૂ. શ્રી ધીરગૂ‚દેવે જોરાવરનગરથી સંદેશામાં જણાવેલ કે પૂ. મહાસતીજીએ વીરાંગના બનીને મહાકઠીન સંલેખના-સંથારો કરી આત્મશકિતનો પરિચય કરાવી અનેક આત્માઓને માટે પ્રેરણામૂર્તિ બન્યા છે. ભયંકર ગરમરમાં સાત સાત દિવસ ઉંહકારા વગર પ્રસન્ન ભાવે સમતારસનો અનુભવ કરાવ્યો છે. ધન્ય છે. માતા પૂ. અનસૂયા બાઈ મ.સ.ને જેણે આવા પૂણ્યશ્લોકી આત્માને જન્મ આપીને જીવતર સફળ બનાવ્યું છે. અંતેવાસી શિષ્યા પૂ. હસુતાજી મ.સ. પૂ. ચંદ્રિકાજી મ.સ. પૂ. અમિતાજી મ.સ. પૂ. હર્ષિદાજી મ.સ. પ્રગતિને પામે એવી શુભભાવના છે.