આયંબીલ તથા પૌષધના તપસ્વીઓનું કરાયું બહુમાન: આજે રાત્રે દિવ્યજાપ
ગોંડલ સંપ્રદાયના પૂ.ઈન્દુબાઈ મહાસતીજી તીર્થધામમાં આજે સવારે આયંબિલની ઓળીના પારણાં તથા પૌષધના પારણાનો ભવ્ય સમારોહ સંપન્ન થયો જેમાં ૧૭૫ થી વધુ પૌષધ-પૌષધ કરનાર દરેક તપસ્વીને રૂ.૮૮૦/- અને આયંબિલની આખી ઓળી કરનાર તપસ્વીને રૂ.૧૫૦૦/- આપી બહુમાન કરાયું હતું.
પૂ.મોટા મહાસતીજીની ૮૭મી જન્મજયંતિ પ્રસંગે આજે રાત્રે ૮ કલાકે દિવ્યજાપ, આજે શરદ પૂનમ હોવાથી અનેક માનવ સેવાના-જીવદયાના-ધર્મના કાર્યો દ્વારા ઉજવાઈ રહી છે. પૂ.મોટા મહાસતીજીના દર્શન તથા માંગલિક માટે આજે નાલંદા તીર્થધામમાં માનવ મહેરામણ ઉમટી પડયું છે. પારણાં નાદરત્ના શારદાબેન મોદી તરફથી હતાં. બહુમાન પૂ.મોટા મહાસતીજીના ભકતો તરફથી હતું.
ગઈકાલે નાલંદા તીર્થધામ પૌષધમય બની ગયું હતું. આ પ્રસંગે અશોકભાઈ દોશી, નિલેશભાઈ શાહ, જયેશભાઈ માવાણી, જયેશભાઈ સંઘાણી, પ્રદિપભાઈ માવાણી, પરેશભાઈ સંઘાણી, ભીખુભાઈ ભરવાડા, વસંતભાઈ કામદાર, વિમલભાઈ મહેતા, ભક્તો સુનીલભાઈ શાહ, દિપકભાઈ દોશી, આર.આર.બાવીશી પરિવાર નવિનભાઈ શાહ, જયંતભાઈ ભરવાડા, ધિરેનભાઈ ભરવાડા, હેમાંગભાઈ, શૈલેષભાઈ સંપટભાઈ મારવાડી, અંકુરભાઈ મારવાડી, જયભાઈ વોરા, બીનાબેન શેઠ, ચા‚બેન વોરા, ભુપેન્દ્રભાઈ મહેતા સહિતના બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહી પૂ.મોટા મહાસતીજીની જન્મ જયંતિની અનુમોદના કરી હતી તથા ભાવવંદના કરી ધન્યતા અનુભવી હતી.