પૂ.ગુરુદેવ નમ્રમુનિ મ.સા.એ શુભ પ્રેરણા કરી કે ચાતુર્માસ પ્રવેશોત્સવ પ્રસંગે ઉપસ્થિત સૌ ભાવિકો માટે સુચારૂ ભોજનની આયોજકો તરફથી સુંદર વ્યવસ્થા રાખેલી છે, પરંતુ શહેરના જરૂરીયાતમંદોનું હિત થાય તે માટે કાંઈક કરવું જોઈએ.
જેવી પૂ.ગુરુદેવના સંકેત માત્રથી મુંબઈના છેડા પરીવારે બે લાખનું અનુદાન આપ્યું અને જૈન વિઝન આ પૂણ્યના સદ્ કાયેમાં નિમિત્ત બની બુંદીના સ્વાદિષ્ટ લાડુના બોક્ષ બનાવી ચાતુર્માસ પ્રવેશમાં આવનાર દરેક ભાવિકોને પ્રભાવના કરી અને કહ્યું કે આપ દીન – દુ:ખીયા અને જરૂરિયાતમંદ લોકોને આ લાડુ આપી પૂણ્યના – સેવાના સદ્ કાયેમાં સહભાગી બનશો. ત્યારે આ સેવાકીય કાર્ય કરઅનાર દાતાની ચારે તરફ સરાહના થઈ રહેલ છે.એન સેવાકીય કાયેને સફળ બનાવવા ટીમ જૈન વિઝને ભારે જહેમત ઉઠાવેલ હતી. ઉપરાંત છેડા પરિવાર તથા ટીમ જૈન વિઝનને ઠેર ઠેરથી અભિનંદન મળી રહ્યાં છે.