માર્કેટમાં રોજ ઘણા ઉપકરણો આવતા હોય છે તેવામાં જો વાત કરવામાં આવે તો મોબાઇલ એસેસરીઝબ્રાન્ડ પીટ્રોનએ ભારતમાં પોતાનું નવું સ્પંક સ્માર્ટ વાયરલેસ સ્ટીરિયો ઇયરબડ લોન્ચ કર્યું છે. કંપનીએ દાવો આપીને કહ્યું છે કે આ ઇયરબડ ખૂબ જ મજબૂતછે અને તેમાં ખૂબ જ જલ્દી નેટ કનેક્ટિવિટી માટે લેટેસ્ટ બ્લૂટૂથ v5.0 અને આઇપીએક્સ 5 રેટિંગ આપવામાં આવ્યું છે.
જેના લીધે ધૂળ, પરસેવો અને પાણીથી તે ખરાબ નહિ થાય. તેની સાથેસાથે કંપની 6 મહિનાની વોરંટી પણ આપે છે તેની કિમત્ત છે 2,999 રૂપિયા. તેમાં 500 mAHની બેટરી આપેલ છે જેના લીધે 160 કલાકસ્ટેન્ડબાય સમય અને 4 કલાકનો ટોકટાઇમ દાવો કર્યો છે. તેની બ્લૂટૂથ રેન્જ 10 મીટરછે. પેટ્રોન સ્પંકને 1.5 કલાકમાં ચાર્જ કરી શકાય છે. આના માટે, કંપનીએ તેમાં માઇક્રો યુએસબી પોર્ટ પૂરું પાડ્યું છે.