મનોદિવ્યાંગ બાળકોની સંસ્થા એકરંગ અંતર્ગત બાળકોએ એક દિવસ શિક્ષણકાર્ય સંભાળ્યું
એકરંગ મનોદિવ્યાંગ બહેનોની સંસ્થામાં શિક્ષક દિનની ઉજવણી કરવામાં આવી હતી જેમાં મનોદિવ્યાંગ બહેનો જ મનોદિવ્યાંગ બાળકોના શિક્ષક બનીને શિક્ષણના પાઠ શીખવ્યા હતા. ડો. સર્વોપલ્લી રાધાકૃષ્ણનો જન્મદિવસ જે શિક્ષકદિવસ તરીકે ઉજવાય છે જેની એકરંગ માનસિક વિકલાંગ બહેનોની સંસમાં આજરોજ શિક્ષકદિનની ઉજવણી કરવામાં આવી હતી.
જેમાં સંસ્થામાં જ શિક્ષણ અને તાલીમ મેળવી રહેલા બહેનો પૈકી શ્વેતાબેન પરમાર, પૃપ્તીબેન માણોદરા, પૂજાબેન પરમાર, શારદાબેન કાપડીયા તેમજ નિઘીબેન દુધાગરા કે જેઓ મનોદિવ્યાંગ હોવા છતાં આજે શિક્ષકદિન પર્વ નિમિતે વિશિષ્ટ શિક્ષકની ભૂમિકા ભજવી પોતાના સહપાઠી બહેનોને શિક્ષણના પાઠ શીખવ્યા હતા. આજરોજ આખા દિવસના શિક્ષણનો કાર્યભાર વિશિષ્ટ શિક્ષક બનેલા બહેનોએ સંભાળ્યો હતો. જેમાં તેઓએ ઉત્સાહપૂર્વક ભાગ લઇ સ્પે.શિક્ષક, કેરટર્સ તેમજ આયાબેનની ભૂમિકા ભજવી પોતાના શીરે આવત કાર્ય સંભાળ્યું હતું. માત્ર શિક્ષણ જ નહી પરંતુ મનોદિવ્યાંગ બહેનોએ આત્મનિર્ભર કેવી રીતે બનવું, પોતાનું કાર્ય પોતે જ સંભાળવા થી લઇને પોતાનામાં થયેલા સર્વાગી વિકાસલક્ષી તાલીમી શિક્ષણ આજે મનોદિવ્યાંગ બહેનો દ્વારા શિક્ષકદિવસ નિમિતે સ્પે. શિક્ષકના માધ્યમથી પોતાના જેવા જ મનોદિવ્યાંગ બહેનોને જ્ઞાન તથા કૌશલ્યના પાઠ શિખવવામાં આવ્યા હતા. સામાન્ય શાળાઓમાં ઉજવાતા શિક્ષક દિવસની આપણે નોંઘ લઇએ છીએ પરંતુ એટલુ મહત્વ આપણે વિશિષ્ટ બાળકોની શાળાઓમાં ઉજવાતા શિક્ષક દિવસ તેમજ પર્વની ઉજવણીની નોંધ નથી લેતા જે ખરેખર દુ:ખદ બાબત છે. કોઇ મનોદિવ્યાંગ બાળકોની સંસ્થામાં આ પ્રકારે શિક્ષક દિવસની ઉજવણી કરવામાં આવે તે ખરેખર ગર્વ અને આનંદની વાત કહેવાય. સંસ્થાના પ્રમુખ દિપીકાબેન પ્રજાપતિ તથા કમલેશભાઈ પ્રજાપતિએ સર્વે મનોદિવ્યાંગ બહેનો, કર્મચારી ભાઈઓ-બહેનોને શિક્ષક દિવસ નિમિતે સમાજમાં શિક્ષકનું મહત્વ સમજાવીને શિક્ષક દિવસની શુભેચ્છાઓ પાઠવી હતી.