ભારતીય ર્અતંત્ર સો બેંકો સીધી રીધી સંકળાયેલી છે. ર્અતંત્રની તંદુરસ્તી બેંકોના સ્વાસ્થ્ય ઉપર આધારીત રહે છે. હાલ જાહેર ક્ષેત્રની બેંકોની તબિયત નાદુરસ્ત જણાય આવે છે. બેંકોની હાલત આમદની અઠ્ઠની, ખર્ચા રૂપૈયા જેવી ઈ ગઈ છે. આંકડાનુસાર પીએસયુ બેંકોનો નફો ૮૫૦ કરોડ છે જયારે નુકસાની અધધધ…૧૮૯૪૩ કરોડ રૂપિયાની છે.
તાજેતરમાં જાહેર યેલા કવાર્ટર-૩ના પરિણામો મુજબ જાહેર સેકટરની ૨૧ બેંકોની સ્િિત કફોડી જણાય રહી છે. પંજાબ નેશનલ બેંકનો નફો ૨૩૦ કરોડ, બેંક ઓફ ઈન્ડિયાનો નફો ૧૧૨ કરોડ, કેનરા બેંકનો નફો ૧૨૬ કરોડ, વિજયા બેંકનો નફો ૭૯.૫ કરોડ તેમજ ઈન્ડિયન બેંકનો નફો ૩૦૩ કરોડ રહ્યો છે.
આ ફાયદા સામે નુકશાનની ગણતરી કરીએ તો એસબીઆઈનું નુકસાન ૨૪૧૬ કરોડ, બેંક ઓફ ઈન્ડિયાનું ૨૩૪૧ કરોડ, સિન્ડીકેટ ૮૭૦ કરોડ, બીઓએમ ૫૯૬ કરોડ, આંધ્રા બેંક ૫૩૨, યુનિયન બેંક ૧૨૫૦ કરોડ, યુકો બેંક ૧૦૧૬ કરોડ, સીબીઆઈ ૧૬૬૪ કરોડ, આઈડીબીઆઈ ૧૫૨૪, ઓબીસી ૧૯૮૫ કરોડ, કોર્પોરેશન ૧૨૪૦ કરોડ, અલ્હાબાદ ૧૨૬૩ કરોડ, દેના બેંક ૩૮૦ કરોડ અને ઈન્ડિયન ઓવરસીસ બેંક ૯૭૧ કરોડનું નુકશાન સહન કરી રહી છે.
આંકડા મુજબ બેંકોએ ત્રીજા કવાર્ટરમાં ફાયદાની સામે નુકસાન વધુ સહન કર્યું છે. પડયા પર પાટુ સમાન પીએનબી બેંકમાં યેલા ગોટાળા જેવા અનેક કૌભાંડો હજુ ધરબાઈ રહ્યાં છે. આ કૌભાંડનો રેલો અન્ય બેંકો સુધી પહોંચે તેવી શકયતા પણ છે. ત્યારે બેંકોની કળેલી હાલત પાછળ મોટા પ્રમાણમાં એનપીએ જવાબદાર હોવાનું માનવામાં આવે છે.
એનપીએના ભરડામાંથી બેંકોને ઉગારવા માટે સરકારે કેટલાક પગલા લીધા છે. જેની અસર ધીમે ધીમે ઈ રહી છે. અલબત અગાઉ કરેલી મસમોટી ભુલોની ભરપાઈ હજુ લાંબો સમય સુધી કરવી પડશે તે સર્વમાન્ય બાબત છે.