8 મેં ૧૯૮૫ના રોજ જ્યારે ગુપ્તચરો(ખબરી) દ્વારા સૂચના મળી કે કુખ્યાત અંડરવર્લ્ડ ડોન લતીફ અને તેના સાગરીત ગુંડાઓની મોટી ગેંગ ભંડેરીનામની તેમના ફરજના વિસ્તારની પોળ જીવતા માણસો સહિત સળગાવવા અને અનેકને મોતને ઘાટ ઉતારવાના મનસૂબાથી આવી રહી છે. તે સમયે નવયુવાન પી.એસ.આઈ. રાણા પોતાની રજા મંજુરથયાનું જાણી કાલુપુર પોલીસ્ટેશનનું પગથિયું ઉતરી રહ્યા હતા. કરણ કે તેમના રાજપૂતાણી તેમના સંતાનને જન્મ આપવાના હતા અને પોતાના કુટુંબમાં લગ્ન પ્રસંગ હવાથી 10થી 12 દિવસની રજા મંજૂર કરવી હતી. પરંતુ પોલીસ્ટેશનના પગથિયે જ ખબરી દ્વારા આ સમાચાર મળ્યા એક નિષ્ઠાવાન ક્ષત્રિય કડકડાટ પાછા પગથિયાં ચડી ગયા અને પોતાના ઉપરી અધિકારીને ટેલિફોનથી પોતાની રજા નામંજૂર કરવા વિનંતી કરી અને ઈમરજન્સીમાં ત્યાં હાજર બે કોન્સ્ટેબલને સાથે લઈએ બહાદુર રાજપૂત નિષ્ઠા, ક્ષત્રિયોની ફરજ પરાયણતાં,નીડરતા અને શૌર્યના કીર્તિમાન જાળવવા નીકળી પડ્યા હતાં.
ત્યાં પોહોંચી ખબર પડી કે લતીફની ગેંગ AK56 જેવા આધુનિક હથિયારો અને વિસ્ફોટકોથી લેસ મોટી સંખ્યામાં સામે જશું તો મોત જ છે. એ ખબર છતાં ડરે તો ક્ષત્રિય નહી, એક ક્ષત્રિય પોતાની ફરજ પારાયણતા માટે ઘડીભર પોતાના પ્રાણ કે પરિવાર વિષે વિચારતો નથી તેમને તો એ સમયેની ફરજ માટે વિરગતિનો માર્ગ જ પૂર્વજોના રૂપે ઈશ્વરે ચીંધેલો માર્ગ લાગે છે એને વિનાસંકોચ એ વીર એજ રસ્તે મસ્ત બનીને નિકળી જાય છે.
મોટી સંખ્યામાં અંધાધૂંધ ગોળીબાર કરતી એ ગેંગના ગુંડાઓ સામે બહાદુરી અને સુજબુજ થી પોતે લડે છે. પોતાના શૌર્યનો પરિચય આપતા પોતાની સર્વિસ રિવોલ્વરથી બે ગુંડાઓને ઠાર કરી અનેકને ઘાયલ કરે છે. એકલે હાથે અદ્વિતીય સાહસનો પરિચય આપે છે. સામ સામાં ધાણીફૂટ ગોળી બારમાં, એગુંડાઓની રાઇફલ માંથી છુટેલી 8 ગોળીઓ પોતાની છાતી પર ઝીલી વીર ભંડેરી પોળની રણભૂમિમાં એક સિંહની જેમ ત્રાડ નાખી ઢળી પડે છે, પણ વીરગતિ પહેલા પોતાની વિવેક બુદ્ધિનો પરિચય આપતા એ પોળને સળગતી બચાવે છે.
પી.એસ.આઈ મહેન્દ્રસિંહ રાણા પોતાની ફરજ અને નિષ્ઠામાટેમાં ભોમની આબરૂ સાચવતાં ક્ષત્રિયકુળને શોભે એમ પોતાના પ્રાણોનું સર્વોચ્ચ બલિદાન આપે છે. અને કરુણતા તો જુઓ એ જ દિવસે તેમના ધર્મપત્નીએ પુત્રીને જન્મ આપ્યો કે જે પોતાના પિતાનું મુખ ક્યારેય નથી જોઈ શકવાના, બીજા જ દિવસે તેમના વાલસોહ્યા બેનબાની વેલ આવનાર હતી પણ આવ્યો આ વીરનો વીરગતિ પામેલ મૃતદેહ, શું આઘાત ઝીલ્યો હશેએ રાજપૂત બાપે, શું આંસુ સર્યા હશે એ રાજપુતાણી એ કે, જેણે મહેદી મુકેલ હાથે વિરાનું લોહીથી લથબથ શરીર સ્પર્શયું હશે,અનેએ રાજપુતાણી પર શું વીતી કે જેણે હજી એમની પુત્રીને જન્મ આપ્યો છે એ લખવાની આ અજાનમાં હિમ્મત નથી.
પણ સમગ્ર ક્ષત્રિય સમાજનું મસ્તક ગર્વથી ઉન્નત રાખનાર વીર શાહિદ પી.એસ.આઈ મહેન્દ્રસિંહ ટી. રાણાની શહાદતનો શોક પાળતા અમદાવાદ નગરીનીએ ભંડેરી પોળના 300 યુવાનો મુંડન કરાવે, વીરની પ્રતિમા સ્થાપિત કરાઈ અને એ રોડને એમ.ટી. રોડ નામ આપવામાં આવ્યું છે. આજે પણ હું એ વીરની પ્રતિમા સામે જોઉં છું તો ક્ષત્રિય સમાજમાં જન્મયાનું ગૌરવ સાથે છાતી ગજ ગજ ફૂલી જાય છે.