તાલીમાર્થીના સારા અને નરસા પાસા તપાસવા લેવાશે ટેસ્ટ
ગુજરાત પોલીસ ૬૮૫ સબ ઈન્સ્પેકટરની ભરતી માટે માનસીક પરીક્ષણ કરશે. એક ઉચ્ચ પોલીસ અધિકારીએ જણાવ્યું કે, આ ટેસ્ટ દરમિયાન એમ્પ્લોયમેન્ટ સ્ટેટસ પર કોઈ અસર થશે નહીં પરંતુ આ દ્વારા પરીક્ષાર્થીની સ્ટ્રેન્ગ્થ, વીકનેસી સહિતની ઓળખાણમાં મદદ‚પ થશે. જેથી ગુજરાત પોલીસી માનસિક ટેસ્ટ લીધા બાદ પીએસઆઈની ભરતી કરશે.
ઉચ્ચ પોલીસ અધિકારીઓ વધુમાં જણાવતા કહ્યું કે, ગાંધીનગરમાં કારાઈ પોલીસ એકેડેમીમાં શારીરિક ટ્રેનીંગ દરમિયાન પણ તેમની વીકનેસ પર ખાસ ધ્યાન આપી એક સ્પેશ્યલ ટ્રેનીંગ આપવામાં આવશે અને જેનું પ્રદર્શન ખુબ જ ખરાબ રહેશે તેને પ્રશિક્ષિત મનોચિકિત્સકની સાથે પરામર્શ કરવાની ભલામણો કરાશે.
સુત્રોના જણાવ્યા અનુસાર કારાઈ અને રક્ષા શક્તિ યુનિવર્સિટી (આરએસયુ)માં ગુજરાત પોલીસ એકેડમીએ ભરતીમાં જોડાયેલા તમામ જવાનોને ટ્રેનીંગ આપવા તાજેતરમાં જ એક એમઓયુ સાઈન કર્યા છે. જેના ભાગ‚પે આરએસયુ તાલીમાર્થીનું દરેક ક્ષેત્રે માનસીક પરીક્ષણ કરશે. આ માનસિક ટેસ્ટ રાજયમાં પોલીસનું ધારા-ધોરણ વધારશે. આ ઉપરાંત, ભરતીમાં જોડાયેલા તમામ તાલીમાર્થીઓને પરિક્ષામાં ૧૭૬ પ્રશ્ર્નો પુછાશે. આ તમામ પ્રશ્ર્નો ગુજરાતીમાં રહેશે જેમાં કુટુંબ, મિત્રો, લગ્ન, સામાજીક બંધન, વિશેષ મુદ્દાઓ પ્રત્યે દ્રષ્ટિકોણ સહિતના ૧૬ પહેલુઓને સમાવેશ કરી લેવાશે. એક સીનીયર પોલીસ અધિકારીએ કહ્યું કે, અત્યાર સુધી તાલીમાર્થીઓએ શારીરિક ટ્રેનીંગ અને કાયદા વિશેનું જ્ઞાન, પોલીસ મેન્યુઅલ અને અનુશાસનની ટ્રેનીંગ મેળવી છે. આ વખતે અમે પોલીસ ફોર્સમાં જોડાનાર નવા યુવાઓની પૂર્ણ રીતે તમામ જાણકારી લેશું આનાથી તેઓ એક સશકત પોલીસ બનશે જે નાગરીકોની સુરક્ષા અને કાનુન વ્યવસ્થા માટે જવાબદાર છે.