માણાવદરમાં લોકોને કાયદાનું પાલન કરવા અને મુશ્કેલીમાં સંપર્ક કરવા નવ નિયુક્ત પી.એસ. આઇ. ની અપીલ
માણાવદરમાં તાજેતરમાં જ જૂનાગઢ જિલ્લા પોલીસ વડા સૌરભસિંધ દ્વારા મહિલા પી. એસ.આઇ. એન.વી.આંબલીયા ની નિમણુંક કરવામાં આવી છે. માણાવદર પોલીસ સ્ટેશન નો ચાર્જ સંભાળતાવેત જ પ્રજાલક્ષી કામગીરી નો પ્રારંભ કરતા અસામાજિક તત્વોમાં ફફડાટ વ્યાપ્યો છે અને ભૂગર્ભ માં ઉતરી ગયા છે.
માણાવદર પી.એસ. આઇ. એન.વી.આંબલીયા એ ચાર્જ સંભાળતા જ શહેરમાં દારૂ ,જુગાર ના ધંધા બંધ થયા છે શહેરમાં રાત્રી ના અગિયાર ના ટકોરે દુકાનો બંધ થય જાય છે.લોકોમાં એક જાતનો કાયદો વ્યવસ્થા જળવાઈ હોવોનો અહેસાસ અનુભવી રહયા છે તથા આકસ્મિક સમયે તથા ગુનાની હકીકત સંબંધી બાતમી આપવા તથા બહેનોને થતી કનગડતા માટે પી.એસ. આઇ. આંબલીયા નો મોબાઇલ નં.૯૭૨૫૩ ૧૯૬૨૯ ઉપર સંપર્ક કરવા જણાવ્યું છે. રાત્રી ના સમયે આવારા તત્વો આવારાગીરી કરે નહી તે માટે માણાવદરમાં નાઇટ પેટ્રોલીંગ સધન બનાવ્યું છે છેવાડા સુધી પથરાયેલ તમામ જીનીંગ મિલો સુધી કડક પેટ્રોલીંગ ગોઠવાયુ છે.
ટ્રાફિક સમસ્યા તથા દારૂ , જુગાર, ધોડીપાસા વગેરે જેવી અસામાજિક પ્રવૃત્તિ ને દબાવી દેવામાં આવશે કાયદો – વ્યવસ્થા જળવાઈ રહે તે માટે ના તમામ પ્રયાસો પોલીસ બેડા તરફથી કરવામાં આવશે માણાવદર તાલુકાના લોકોએ પણ મને સહયોગ આપે તેવી અપીલ કરી છે.