- શાપર પોલીસ મથકના ખૂન, લૂંટ અને ચોરીના અનેક ગુનાનો આગવી કુનેહથી ભેદ ઉકેલ્યા
- કર્તવ્ય નિષ્ટ અને પ્રમાણિક પીએસઆઇ ગોહિલની રીઢા અપરાધિઓ પર જબ્બર ધાક
રાજકોટ રુરલના પી.એસ.આઇ. કુલદીપસિંહ ગોહિલની રાજકોટ જિલ્લા પોલીસ વડા જયપાલસિંહ રાઠોડે લોધિકા પોલીસ મથકમાં નિમણુંક આપી છે. શાપર પોલીસ મથકમાં ખૂન, લૂંટ અને ચોરીના અનેક અનડીટેકટ ગુનાનો આગવી કુન્હેથી ભેદ ઉકેલી રીઢા અપરાધિઓમાં ફફડાટ મચી ગયો હતો.
2013ની બેન્ચના પી.એસ.આઇ. કુલદીપસિંહ ગોહિલ ગુનેગારો માટે કડક પોલીસ અધિકારીની છાપ ધરાવે છે તે રીતે પ્રમાણિીક અને કર્તવ્ય નિષ્ટ અધિકારી હોવાથી ઉચ્ચ પોલીસ અધિકારીઓની ગુડબુકમા સ્થાન ધરાવે છે. કુલદીપસિંહ ગોહિલે કોરોના કપરા સમયમાં શાપર-વેરાવળ ખાતે રહેતા પરપ્રાંતિય શ્રમજીવીઓની વહારે આવ્યા હતા. પરપ્રાંતિય શ્રમજીવીઓને લોક ડાઉન દરમિયાન સેવાભાવી સંસ્થાની મદદથી રાશન કીટ અને તેમના વતન પહોચતા કરવામાં ભારે જહેમત ઉઠાવી હતી.
મુળ ભાવનગર પંથકના વતની કુલદીપસિંહ ગોહિલ ક્રિકેટના સારા પ્લેર છે. તેઓ રાજકોટ રેન્જના પાંચ જિલ્લાની બનેલી ક્રિકેટ ટીમના કેપ્ટન છે. તાજેતરમાં જ રમાયેલી ડીજી કપની સેમી ફાઇનલ સુધી રાજકોટ રેન્ની ટીમ પહોચી હતી તેમાં તેઓનો બોલીંગ અને બેટીંગમાં સારો દેખાવ કર્યો હતો. કુલદીપસિંહ ગોહિલનું પ્રથમ પોસ્ટીંગ જામનગર ખાતે થયું હતું ત્યાર બાદ બરોડા સિટી, શાપર, ગીર સોમનાથ રાજકોટ રુલરમાં ફરી બદલી થતા તેઓ એમઓબીમાં ફરજ બજાવતા હતા. તેની લોધિકા પોલીસ મથકમાં એસપી રાઠોડે નિમણુંક આપવવામાં આવી છે.