‘કલ હમારા’ યુવા સંગઠનના કાર્યકરો દ્વારા પ્રાંત અધિકારીને આવેદન
તાજેતરમાં વિજયભાઈ શંભુભાઈ મકવાણા રહે ભારાપરા તાલુકો તળાજા જી ભાવનગર વાળાએ જણાવેલ કે અમોની સગીર બહેન કોમલને વીજય કરશન બારૈયા નામનો યુવાન લલચાવી ફોસલાવી બદકામ કરવાના ઈરાદે ગઈ તા ૨૮ /૭/ ૨૦૨૦ રોજ ભગાડી લઈ ગયેલ છે જેથી અમારી સાથે અલંગ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવા આવો જેથી વલ્લભભાઈ બારૈયા તા ૩૦ /૭ /૨૦૨૦ ના તેમની સાથે ગયેલ અને અલંગ મરિન પોલીસ સ્ટેશના અધિકારી પોલીસ ઈન્સ્પેક્ટર ને બનાવ અંગેની રજૂઆત કરતા હતા ત્યારે પી એસ આઈ સાહેબ આરોપી ના કોઈ રાજકીય પ્રેશરથી બચવા એનકેન પ્રકારે ફરિયાદ રજીસ્ટરે ન લેવાના ઇરાદે એવુ જણાવેલ કે તુ કેમ બોલે છો તને ગંભીર ગુનામાં ફીટ કરતા સારી રીતે આવડે છે છે તું મુંગો બેસ અને અપમાન જનક શબ્દોનું ઉચ્ચારણ કરી અપમાનિત કરેલ ૨૪ કલાક લોકઅપમાં પુરી દેવાનો છે અને બે પોલીસવાળાને બોલાવી બેસાડી દેવામાં આવ્યા ત્યારબાદ તેમના મોટરસાયકલ નં જીજે ૪ બીએમ ૩૪૧૧ નાં પુરતા કાગળો હોવા છતાં ધાક બેસાડવા મોટરસાયકલ ડીટેન કરી મેમો આપી દીધેલ પછી તેમની સાથે ગપેલ ફરીયાદી ને પણ ધમકાવી ને કાઢી મૂક્યા અને કહેલ કે તમારે જ્યાં જાવુ હોય ત્યાં જાવ તમારી ફરિયાદ લેવાની નથી મારી પહોચ ઉપર સુધી છે આવા અધિકારી વિરૂધ્ધ કાર્યવાહી કરવા તળાજા મામલતદાર અને પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપતા કલ હમારા યુવા સંગઠન તળાજા ના કાર્યકરો કીશોરભાઈ વાધેલા, નિમેશભાઈ ગોહિલ, સુરેશભાઈ જાલા,ગોરઘનભાઈ શિયાળ, કલાભાઈ જેઠવા, ટીણાભાઈ બાંભણીયા, દાસભાઈ ડાભી, સુખાભાઈ રાઠોડ, રાજુભાઈ મકવાણા, મહેશભાઈ બારૈયા, કીશોરભાઈ ગોહિલ, કાંતિભાઈ ગોહીલ હાજર રહ્યા હતા