લાલપુરના ખટિયા ગામમાં એક શખ્સ સામે થયેલી અરજીની તપાસ માટે ગઈકાલે બપોરે પીએસઆઈ સહિતનો કાફલો પહોંચ્યો ત્યારે કેટલીક મહિલાઓ સહિતના પંદર શખ્સોના ટોળાએ પોલીસ કાફલાને ઘેરો ઘાલી ધોકા વડે ઘાતક હુમલો કરતા દોડધામ મચી છે. ઈજાગ્રસ્ત પીએસઆઈએ ખુદ ફરિયાદી બની હત્યા પ્રયાસ સહિતની કલમ હેઠળ ફરિયાદ નોંધાવી છે.

લાલ૫ુર તાલુકાના ખટિયા ગામમાં રહેતા સુરેશભાઈ બેચરભાઈ સિતાપરા નામના કોળી યુવકે સોમવારે જામનગરના એસપીને રજીસ્ટર્ડ એડી.થી એક અરજી પાઠવી હતી જેની નકલ લાલપુર પોલીસ સ્ટેશનને પણ આપવામાં આવી હતી. આ અરજીમાં જણાવવામાં આવ્યા મુજબ ગયા નવરાત્રિના તહેવારો દરમ્યાન સુરેશભાઈ તથા તેમના ભાઈ ખોડુભાઈ દ્વારા ખટિયા ગામમાં યોજવામાં આવતી ગરબીના સ્થળે મામદ ઉર્ફે ભંભો ઓસમાણ શેઢા આવ્યો હતો જેણે ગરબી બંધ કરાવવા ધમાચકડી કરી હતી તેથી સુરેશભાઈએ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. પોતાની વિરૃદ્ધ ફરિયાદ થવાથી ઉશ્કેરાયેલો મૂળ ધારાગઢનો મામદ ઉર્ફે ભંભો વધુ ઉશ્કેરાયો હતો. તેણે અવારનવાર ગામમાં સુરેશને રોકી ગાળો ભાંડી ત્રાસ આપવાનું શરૃ કર્યું હતું આથી આ શખ્સ સામે કાયદાકીય કાર્યવાહી કરવા માગણી કરતી અરજી પાઠવાઈ હતી.

આ અરજીની તપાસ માટે લાલપુર પોલીસ સ્ટેશનના પ્રોબે. પીએસઆઈ મિલન લક્ષ્મણભાઈ આહિર તથા સ્ટાફ ગઈકાલે બપોરે બેએક વાગ્યે ખટિયામાં ગયા હતા જ્યાં તેઓએ અરજીમાં દર્શાવેલા નામ મુજબના લોકોની પૂછપરછ કરતા તેની જાણ મામદ ઉર્ફે ભંભા ઓસમાણને થઈ ગઈ હતી જેના પગલે આ શખ્સ રહીમ આમદ, સદામ, ફાતમા, રહેમત, નઝમા, શાહરૃખ, હસીના, સુમી, શબાના, એમણા તથા અન્ય ત્રણ અજાણ્યા શખ્સો સાથે હથિયારો રાખી દોડી આવ્યો હતો.

પોલીસની કાયદેસરની ફરજમાં આવી રીતે રૃકાવટ કરી તેઓની હત્યાનો પ્રયાસ કર્યા પછી ઉપરોક્ત ટોળું નાસી ગયું હતું જ્યાંથી આખું ટોળું અરજી કરનાર સુરેશ અને ખોડુભાઈ સિતાપરાના ઘરે ધસી ગયું હતું જ્યાં તેઓએ ઉપરોક્ત ભાઈઓના પરિવાર પર પણ હુમલો કર્યો હતો. પોલીસ પર થયેલા હુમલાની જાણ થતા ગ્રામ્ય ડીવાયએસપી દોશી સહિતનો પોલીસ કાફલો રવાના થયો હતો તે દરમ્યાન પ્રોબે. પીએસઆઈ એમ.એલ. આહિરે ખુદ ફરિયાદી બની લાલપુર પોલીસ સ્ટેશનમાં ઉપરોક્ત વ્યક્તિઓ સામે ફરિયાદ નોંધાવી છે. આરોપી સામે આઈપીસી ૩૦૭, ૩૩૨, ૩૨૩, ૧૪૩, ૧૪૭, ૧૪૮, ૧૪૯, ૧૮૬ હેઠળ ગુન્હો નોંધાયો છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.