નિવૃત્તિનાં ગણતરીના મહિનાઓ બાકી છે ત્યારે ફોજદારે માર્ગ અકસ્માતમાં જીવ ગુમાવતા પોલીસ બેડામાં શોક
અબતક,રાજકોટ
રાજકોટ પોલીસ બેન્ડ વિભાગનાં પીએસઆઈ પતીનું પત્નીની નજર સામે સીટીબસે ઠોકરે લેતા તેનું કરૂણ મોત નિપજતા પરિવાર અને પોલીસ બેડામાં ગમગીની છવાઈ છે. પોલીસે બસ ચાલક સામે ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છે.
બનાવની મળતી માહિતી મુજબ શહેર પોલીસ બેન્ડ વિભાગનાપીએસઆઈ હસનભાઈ આમદભાઈ અ્ઘામ ઉ.58 ગઈકાલ સાંજના સમયે શિતલ પાર્ક મેઈનરોડ પર નોકરી પર જતા હતા ત્યારે પત્ની હસીનાબેનએ શાકભાજી લેવા જવું છે કહી સાથે આવ્યા હતા ત્યારે રોડ પરના ટ્રોઈંગ સ્ટેશન પાસે સીટીબસે તેમને ઠોકરે લેતા તેમને ગંભીર ઈજા પહોચતા તેને સારવાર અર્થે સીવીલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા જયાં તેનું ટુંકી સારવાર દરમ્યાન મોત નિપજયું હતુ. જયારે પત્ની હસીનાબેનને સામાન્ય ઈજા પહોચી હતી. બનાવની જાણ થતા તેનો પુત્ર અને ગાંધીગ્રામ પોલીસનો સ્ટાફ ઘટના સ્થળે દોડી ગયો હતો. મૃતક પીએસઆઈ અઘામને સંતાનમાંબે પુત્રો છે. અને તેના પુત્ર વસીમની ફરિયાદ પરથી સીટી બસ ચાલક વિરૂધ્ધ ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છે.