જાતીય સતામણી બાબતે નામ સામે આવતા કરવામાં આવી કાર્યવાહી
જીલ્લા પોલીસબેડામાં સનસનાટી
જામનગર ન્યૂઝ
જોડિયા તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા PSI રવિરાજસિંહ ગોહિલ અને તેના રાઈટરને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે. જયારે અન્ય ચાર પોલીસકર્મીઓની પોલીસ હેડકવાટર બદલી કરી દેવાતા પોલીસબેડામાં ચકચાર મચી જવા પામી છે. PSI સહિતનાએ જાતીય સતામણીમાં નામ સામે આવતા કાર્યવાહી કરવામાં આવી હોવાનું જીલ્લા પોલીસવડા પ્રેમસુખ ડેલુંએ જણાવ્યું છે.
જોડિયા પોલીસ દફતરમાં ફરજ બજાવતા PSI આરડી ગોહિલ અને તેના રાઈટર રવિ મઢવીને જીલ્લા પોલીસ વડા પ્રેમસુખ ડેલુંએ સસ્પેન્ડ કરી દીધા છે. જયારે જોડિયા ટાઉન પોલીસ દફતરમાં જ ફરજ બજાવતા હેડ કોન્સ્ટેબલ નીકુલસિંહ વિક્રમસિંહ જાડેજા, ગીરીરાજસિંહ ગંભીરસિંહ જાડેજા, હરવિજયસિંહ જશવંતસિંહ જાડેજા અને ડ્રાઈવર કોન્સ્ટેબલ દીવ્યરાજસિંહ જટુભા જાડેજાની તાત્કાલિક અસરથી જીલ્લા પોલીસ હેડ ક્વાટર ખાતે બદલી કરી દેવામાં આવી છે.
જીલ્લા પોલીસવડાના આકરા પગલાથી પોલીસ બેડા સહીત જીલ્લાભરમાં ચર્ચાઓએ જોર પકડ્યું છે. જે મુજબ જોડિયાના એક નાગરિકની ખોટી રીતે હેરાનગતી જાતીય સતામણી કરવામાં આવી હતી. PSI આરડી ગોહિલ જાતીય સતામણી કરી જેતે ભોગગ્રસ્તને પરેશાન કર્યા હતા. જે બાબતની જીલ્લા પોલીસવડા સમક્ષ ફરિયાદ કરવામાં આવી હતી. જેને લઈને SPએ જોડિયા પોલીસ દફતર PSI ગોહિલ અને તેના રાઈટરને સસ્પેન્ડ કરી દેવાયા છે. તેમજ અન્ય ચારની બદલી કરી દીધી છે. જાતીય સતામણીની અરજીના કામે જ કડક કાર્યવાહી કરવામાં આવી હોવાનું જીલ્લા પોલીસ વડાએ જણાવ્યુ છે. SP પ્રેમસુખ ડેલુંના પગલાથી જીલ્લા પોલીસ બેડામાં ચકચાર મચી જવા પામી છે.
સાગર સંઘાણી