- ગુજરાત પોલીસ દળમાં PSI કેડરની બિન હથિયારી પોલીસ સબ ઇન્સ્પેકટર તથા લોકરક્ષક કેડરની બિન હથિયારી પોલીસ કોન્સ્ટેબલ, હથિયારી પોલીસ કોન્સ્ટેબલ, હથિયારી પોલીસ કોન્સ્ટેબલ (એસ.આર.પી.એફ.) અને જેલ સિપોઇ વર્ગ-3 સંવર્ગની કુલ 12472 ખાલી જગ્યાઓ પર સીધી ભરતી કરવામાં આવશે.
Employment News : PSI અને લોકરક્ષક ભરતીની પરીક્ષા અંગે મહત્વના સમાચાર સામે આવ્યા છે. હસમુખ પટેલે ટ્વીટ કરીને જણાવ્યું છે કે PSI અને લોકરક્ષક ભરતીની પરીક્ષાઓ ઓફલાઈન લેવાશે. પોલીસ ભરતી બોર્ડના અધ્યક્ષના જણાવ્યા અનુસાર લોકરક્ષકની પરીક્ષા ગુજરાતી માધ્યમમાં લેવાશે. PSI ભરતીની પરીક્ષા અંગ્રેજી વિષય સિવાય ગુજરાતી માધ્યમમાં લેવાશે.
કઈ કેટેગરીમાં થશે સીધી ભરતી ?
ગુજરાત પોલીસ દળમાં PSI કેડરની બિન હથિયારી પોલીસ સબ ઇન્સ્પેકટર તથા લોકરક્ષક કેડરની બિન હથિયારી પોલીસ કોન્સ્ટેબલ, હથિયારી પોલીસ કોન્સ્ટેબલ, હથિયારી પોલીસ કોન્સ્ટેબલ (એસ.આર.પી.એફ.) અને જેલ સિપોઇ વર્ગ-3 સંવર્ગની કુલ 12472 ખાલી જગ્યાઓ પર સીધી ભરતી કરવામાં આવશે. આ ભરતી માટે પોલીસ ભરતી બોર્ડ દ્વારા ફકત ઓનલાઇન અરજીઓ મંગાવવામાં આવશે. પોલીસ ભરતી બોર્ડ ધ્વારા ભરતી અંગેની તમામ સુચનાઓ (જાહેરાત) અને ઓનલાઇન અરજી સ્વીકારવાનો સમયગાળો હવે પછી https://ojas.gujarat.gov.in વેબસાઇટ ઉપર અપલોડ કરવામાં આવનાર છે.
અરજી ક્યાથી થશે?
આ તમામ સુચનાઓ (જાહેરાત) કાળજીપુર્વક વાંચી નિયમોની પ્રવર્તમાન જોગવાઇઓ મુજબ લાયકાત પરીપૂર્ણ કરતા અને ઇચ્છા ધરાવતા ઉમેદવારોએ https://ojas.gujarat.gov.inવેબસાઇટ પર જઇ ઓનલાઇન અરજી કરવાની રહેશે. ઉલ્લેખનીય છે કે ગુજરાત પોલીસ દળમાં પોલીસ સબ ઈન્સ્પેક્ટર કેડરની બિન હથિયારી પોલીસ સબ ઇન્સ્પેકટર તથા લોકરક્ષક કેડરની બિન હથિયારી પોલીસ કોન્સ્ટેબલ, હથિયારી પોલીસ કોન્સ્ટેબલ અને જેલ સિપોઇ વર્ગ-૩ સંવર્ગની કુલ 12,472 ખાલી જગ્યાઓ સીધી ભરતી કરવા માટે થોડા દિવસ અગાઉ જ જાહેરાત કરવામાં આવી હતી. હવે આ ખાલી જગ્યા માટેની પરીક્ષા ઓફલાઈન લેવાશે.