ઇશરત જહા એન્કાઉન્ટર કેસની તપાસ ટીમના સભ્ય સતિષ વર્મા સામે ચાલી રહેલી ખાતાકીય તપાસમાં કસુરવાન ઠરતા બરતફ કરાયા’તા
સુપ્રીમ કોર્ટમાં બરતરફીના હુકમને 30 સપ્ટેમ્બર સુધી મોકુફ રખાયો: તે દિવસે જ સતિષ વર્મા વય મર્યાદાના કારણે નિવૃત થશે
અબતક,રાજકોટ
સિનિયર આઇપીએસ અધિકારી સતિષ વર્માના તા.30 સપ્ટેમ્બરે નિવૃત થાય તે પૂર્વે તેમની સામે ચાલતી ખાતાકીય તપાસમાં કસુરવાર ઠરતા કેન્દ્ર સરકાર દ્વારા સતિષ વર્માને બરતરફ કરવાનો હુકમ કરવામાં આવ્યો હતો. કેન્દ્ર સરકાર દ્વારા કરવામાં આવેલા ડિસમીસના હુકમને સતિષ વર્માએ દિલ્હી હાઇકોર્ટમાં પડકારવામાં આવતા તેમને તા.19 સપ્ટેમ્બર સુધીની વચગાળાની રાહત મળી હતી.
તે દરમિયાન તેઓએ આ હુકમને પડકારતી સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી દેતા આઇપીએસ અધિકારીના બરતરફીના હુકમને તા.30 સપ્ટેમ્બર સુધી લંબાવતા તેઓ તે દિવસે જ નિવૃત થઇ રહ્યા હતા. આમ છતાં બરતરફીના હુકમની આગળની કાર્યવાહી હાઇકોર્ટમાં ચાલશે તેમ સુત્રો જણાવી રહ્યા છે.1986ની બેન્ચના આઇપીએસ સતિષ વર્માને બહુચર્ચિત ઇશરત જહા એન્કાઉન્ટર કેસની તપાસમાં માટે બનાવેલી ખાસ કમિટિની મેમ્બર હતા ત્યારે તેમના દ્વારા થયેલી તપાસ અંગે વિવાદ શરૂ થયો હતો અને સરકાર દ્વારા તેમને સાઇડ લાઇનના પોસ્ટીંગ આપવામાં આવ્યા હતા તેમજ ખાતાકીય તપાસમાં કસુરવાર ઠેરવી નિવૃતીના એક માસ પૂર્વે તા.30 ઓગસ્ટના રોજ બરતરફ કરવામાં આવ્યા હતા.
સરકાર દ્વારા કરવામાં આવેલા બરતરફના હુકમ અંગે સુપ્રીમ કોર્ટમાં પડકારવામાં આવતા તેમને પ્રથમ 19મી અને ત્યાર બાદ 30મી સપ્ટેમ્બર સુધી મોકુફ રાખવાનો હુકમ કરવામાં આવ્યો છે. તા.30 સપ્ટેમ્બરના રોજ તેઓ વય મર્યાદાથી નિવૃત થઇ રહ્યા છે. જો કે બરતરફના હુકમ અંગે આગળની કાર્યવાહી હાઇકોર્ટમાં ચાલશે તેમ સુત્રો જણાવી રહ્યા છે.
આઇપીએસ સતિષ વર્માના કેસની સુનાવણી સુપ્રીમ કોર્ટના ડિવિઝન બેન્ચના જસ્ટિશ કે.એમ.જોસેફ અને હૃષિકેસ રોયની બેન્ચ સમક્ષ થઇ હતી. સતિષ વર્મા વતી સિનિયર ધારાશાસ્ત્રી કપિલ સિબ્બલ અને સરકાર પક્ષે સોલિસિટર જનરવ તુષાર મહેતા ઉપસ્થિત રહ્યા હતા.