સરકારે જીએસટી હેઠળ ટીડીએસ અને ટીસીએસ જાગવાઇને અમલ કરવા માટે પહેલી ઓક્ટોબરની તારીખ નક્કી કરી લીધી છે. કેન્દ્રિય જીએસટી હેઠળ ધ્યાન દોરવામા આવેલા એકમોને વસ્તુ અથવા તો સેવા આપુર્તિ કરનારાના ૨.૫ લાખ રૂપિયાથી વધુની ચુકવણી પર એક ટકા ટીડીએસ સમગ્રહ કરવાની જરૂર છે. સાથે સાથે રાજ્ય, રાજ્ય કાનુન હેઠળ એક ટકા ટીડીએસ લાગુ કરનાર છે.
ઇ-કોમર્સ કંપનીઓને હવે જીએસટી હેઠળ આપુર્તિ કરનારને કરવામાં આવેલી કોઇ પણ ચુકવણી પર એક ટકા સુધી ટીસીએસ સમગ્રહ કરવાની જરૂર રહેશે. રાજ્ય પણ રાજ્ય જીએસટી કાયદા હેઠળ એક ટકા ટીસીએસ લાગુ કરી શકે છે. ઇવાયના કરવેરા પાર્ટનર અભિષેક જૈને કહ્યુ છે કે ઇ-કોમર્સ કંપનીઓને ટીસીએસ માટે તથા જુદા જુદા જાહેર એકમો, સરકારી કંપનીઓને ટીડીએસ માટે પોતાની પ્રણાલી વહેલી તકે તૈયાર કરવાની રહેશે. પહેલી ઓક્ટોબરના દિવસથી જીએસટી પર ટીડીએસ અને ટીસીએસ જાગવાઇ લાગુ કરવામાં આવનાર છે.
ઓછા સમયને ધ્યાનમાં લઇને ઉદ્યોગોને હવે કમર કસી લેવાની જરૂર રહેશે. જાણકાર લોકોનુ કહેવુ છે કે આ બન્ને જોગવાઇના કારણે અર્થવ્યવસ્થામાં કરવેરા સાથે સંબંધિત સ્થિતી વધારે મજબુત બનનાર છે.