ગિફટ સિટીના વિકાસને લઈને સરકારે લીધેલા પગલાને આવકારતા સીઈઓ અજમ પાંડે
જીઆઈએફટી (ગિફટ) સિટીને વૈશ્ર્વિક અર્થતંત્રનું એન્જિન બનાવવા યુનિયન બજેટમાં જોગવાઈ કરવામાં આવી છે. નાણામંત્રી અરૂણ જેટલીએ બજેટ રજુ કરતી વેળાએ જણાવ્યું હતું કે, ગાંધીનગર ગિફટ સીટી ખાતે ઈન્ટરનેશનલ ફાઈનાન્સીયલ સર્વિસ સેન્ટર (આઈએફએસસી) સેટ કરાશે. આમ તેને વૈશ્ર્વિક અર્થતંત્રનું હબ બનાવાશે.
ગિફટ સીટી ખાતે ઈન્ટરનેશનલ ફાઈનાન્સ સર્વિસ સેન્ટરને વિદેશી અન્ય ફાઈનાન્સ સેન્ટરો સાથે ઉભુ રહી શકે તેવું બનાવવા અને વિકાસ કરવા ફ્રેમવર્ક તૈયાર કરાશે. ગિફટ આઈએફએસસી માત્ર ભારતમાં એક જ આવું ફાઈનાન્સ સર્વિસ સેન્ટર છે ગિફટ સીટીના સીઈઓ અજય પાંડેએ જણાવ્યું કે, જેટલીએ ગિફટ સીટીને લઈને બજેટમાં કરેલી જોગવાઈ આવકારદાયક પગલું છે.
આઈએફએસસી ખાતે ફાઈનાન્સીયલ સર્વિસીઝ અને સ્ટોક એકસચેંજ કાર્યરત છે. તેને ગ્લોબલ ફાઈનાન્સીયલ હબ બનાવા અહીં ફોરેન કંપનીઓની ઓફિસ કાર્યરત થાય તેવા પ્રયાસો થઈ રહ્યા છે. પાંડેએ અંતમાં જણાવ્યું કે, યુનિયન બજેટ-૨૦૧૮ પોઝીટીવ છે. ગિફટ સિટીના વિકાસ માટે લેવાઈ રહેલા પગલાને અમારી રેગ્યુલેટર બોડી વધાવે છે. આ સિવાય હજુ ઘણા બધા ફેરફારને અવકાશ છે.