સરકારે શાળાઓને ગુણવતાં યુકત શિક્ષણ માટે ૫૦૦ શાળાઓને સ્કૂલ ઓફ એકસલન્સ તરીકે વિકસાવાશે: પ્રાથમિક શાળાઓમાં ૭૦૦૦ વર્ગ ખંડના બાંધકામ માટે રૂ.૬૫૦ કરોડની જોગવાઇ: શાળાઓમાં ઓનલાઇન રીયલ ટાઇમ મોનીટરીંગ કરાશે: આરટીઇ એકટહેઠળ રૂ.૫૦૦ કરોડની જોગવાઇ
રાજયમાં ૩ર નવી કોલેજો બનશે: સ્ટડી ઇન ગુજરાત માટે રૂ.૧૦ કરોડની જોગવાઇ: એમબીબીએસ સીટોમાં વધારો કરાશે: સરકારી શાળાની ૫૦,૦૦૦ વિદ્યાર્થિનીઓને સાઈકલ અપાશે: અનુસુચિત જાતિના વિદ્યાર્થીઓને ભોજન માટે રૂ.૧૨૦૦ને બદલે હવે રૂ.૧૫૦૦ની સહાય અપાશે
આજે ગુજરાત વિધાનસભાના બજેટ સત્રના પ્રથમ દિવસે ૨.૧૦ વાગ્યે બજેટ સત્ર શરુ થયું હતું. અત્યાર સુધી ગુજરાત વિધાનસભામાં બજેટ રજુ કરવાનો રેકોર્ડ પૂર્વ નાણામંત્રી વજુભાઇ વાળાના નામે છે. જયારે બીજા ક્રમે સાત વાર બજેટ રજુ કરનારા નીતીનભાઇ પટેલ છે. અને આજે તેઓ આઠમી બજેટ રજુ કરીને રેકોર્ડ કર્યો છે. બજેટમાં ખેડુતો અને શિક્ષણ ક્ષેત્રે ઘણી નાની મોટી જોગવાઇઓ કરવામાં આવી છે.
ખાસ કરીને શિક્ષણ ક્ષેત્રે ની વાતા કરીએ શિક્ષણ ક્ષેત્રે માટે વર્ષ ૨૦૨૦-૨૦૨૧ માટે કુલ રૂા ૩૧૯૫૫ કરોડની જોગવાઇ કરવામાં આવી છે. જેમાં વિવિધ નાની મોટી જાહેરાતો કરાઇ છે ખાસ કરીને સરકારી શાળાઓમાં ગુણવતતાં યુકત શિક્ષણ માટે સ્કુલ ઓફ એકસલન્સ તરીકે વિકસાવશે. જેમાં કુલ ૫૦૦ શાળાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. અને શાળાઓમાં સુવિધાઓ ઉભી કરવામાં માટે કુલ રૂ ૨૫૦ કરોડની જોગવાઇ કરવામાં આવી છે.
આ ઉપરાંત રાજયની પ્રાથમીક શાળાઓમાં નવા વર્ગ ખંડો બનાવવા માટે પણ કુલ રૂા ૬૫૦ કરોડની જોગવાઇ કરવામાં આવી છે. અને ચાલુ વર્ષે પ્રાથમીક શાળાઓમાં નવા ૭ હજાર વર્ગો ખંડોનું નિર્માણ કરવામાં આવશે.
શાળાઓમાં ઓનલાઇન રીયલ ટાઇમ મોનીટરીંગ કરાશે. અને રીયલ ટાઇમ મોનીટરીંગ માટે કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર માટે કુલ રૂા ૧૮૮ કરોડની જોગવાઇ કરવામાં મઘ્યાન ભોજન યોજના માટે અને અન્ન સંગમ યોજના માટે કુલ રૂા ૯૮૦ કરોડની જોગવાઇ કરવામાં આવી છે. ખાસ કરીને દર વર્ષે શાળાઓમાં રાઇટ ટુ એજયુકેશન હેઠળ લાખો બાળકો પ્રવેશ મેળવતા હોય છે. અને તેના માટે ૫૫૦ કરોડની જોગાવઇ કરવામાં આવી છે. આ ઉપરાંત રાજયમાં કુલ નવી ૩ર કોલેજ બનશે. એમબીબીએસ શીટમાં પણ વધારો કરવામાં આવશે. યુનિવર્સિટીના ટેકનીકલ બાંધકામ ક્ષેત્રે રૂા ૧૫૫ કરોડની જોગવાઇ કરવામાં આવી છે. તેમજ યુનિવર્સિટીના ભવનાો નિર્માણ માટે રૂા ૨૪૬ કરોડના જોગવાઇ, સ્ટર્ડી ઇન ગુજરાત કાર્યક્રમ માટે રૂા ૧૦ કરોડનાી જોગવાઇ, મહુવા, ડેડીયાપાર, ખેડગામ કોલેજેમાં નવોદ વિજ્ઞાન પ્રવાહનો વર્ગ શરુ કરાશે. ડીપાર્ટમેન્ટ ઓફ એડવાન્સ ડીફેન્ટ ટેકનોલોજી ના અભ્યાસ ક્રમ માટે રૂા ૧૨ કરોડની જોગવાઇ કરવામાં આવી છે.
પત્રકારોનું વિમા કવચ બમણું કરાયું
રાજય સરકાર દ્વારા માન્યતા ધરાવતા પત્રકારોને કુદરતી અવસાનનાં કેસમાં અત્યાર સુધી રૂા.૫૦,૦૦૦નું વિમા કવચ આપવામાં આવતું હતું જે હવેથી બમણું કરવામાં આવ્યું છે. કુદરતી અવસાનનાં કેસમાં હવે પત્રકારોને રૂા.૫૦,૦૦૦ના બદલે હવે રૂા.એક લાખનું વિમા કવચ આપવામાં આવશે. આરોગ્ય પરિવાર કલ્યાણ વિભાગ માટે રૂા.૧૧,૨૪૩ કરોડની જોગવાઈ કરવામાં આવી છે. સામાજીક ન્યાય અધિકારીતા વિભાગ માટે ૪૩૨૧ કરોડની જોગવાઈ કરવામાં આવી છે. આદિ જાતી વિકાસ વિભાગ માટે ૨૬૭૫ કરોડની, સ્ટેચ્યુ ઓફ યુનિટી ૩૮૭ કરોડની, વન રક્ષણ અને સંવર્ધન માટે ૨૮૧ કરોડની જોગવાઈ કરવામાં આવી છે. જીએસટીની અમલવારી બાદ રાજય સરકારની આવકમાં ઘટાડો થયો છે જેની અસર બજેટ પર દેખાઈ છે. નવી યોજનાઓ ઓછી મુકવામાં આવી છે છતાં બજેટનાં કદમાં ૧૫ હજાર કરોડનો વધારો થયો છે.