આદિજાતિના બાળકોને કેન્દ્રીય વિધાલય અને જવાહર નવોદય ધોરણે આદિજાતિના વિધાર્થીઓના શિક્ષણનું સ્તર શહેરી વિસ્તારના વિધાર્થીઓની સમકક્ષ થાય તેમજ અનુસૂચિત જનજાતિના વિદ્યાર્થીઓના સામાન્ય જ્ઞાતિના વિદ્યાર્થીઓ સાથે દરેક ક્ષેત્રે હરીફાઇ કરી શકે તે માટે ધોરણ 6 થી ધોરણ 12 સુધીનું વિના મૂલ્યે શિક્ષણ, રહેઠાણ, પુસ્તકો, ગણવેશ તેમજ ભોજન વગેરેની વિના મૂલ્યે સગવડો પૂરી પાડી એકલવ્ય મોડેલ રેસીડેન્સીયલ સ્કૂલો ચલાવવામાં આવે છે. ત્યારે વધુને વધુ બાળકો એકલવ્ય શાળામાં અભ્યાસ કરે તે હેતુથી સરકાર તેઓને પ્રોતસાહિત પણ કરશે.
નાણામંત્રી નિર્મલા સીતારામન દ્વારા અમૃતકાળ 2023 બજેટ જે જાહેર કરવામાં આવ્યું છે તે બજેટ માત્ર ને માત્ર દેશના વિકાસની સાથોસાથ અનુસૂચિત જનજાતિ એટલે કે આદિવાસી પરિવારના ઉત્થાન માટે પણ કરવામાં આવ્યું છે. સરકાર આગામી ત્રણ વર્ષમાં આદિવાસી પરિવારના લોકોના વિકાસ અને ઉત્થાન માટે 15 હજાર કરોડ રૂપિયાનું પેકેજ જાહેર કર્યું છે જેથી તેમનો સર્વાંગી વિકાસ શક્ય બને.
એટલું જ નહીં આદિવાસી પરિવારના વિદ્યાર્થીઓ કે જે એકલવ્ય શાળાઓમાં અભ્યાસ કરી રહ્યા છે તેવી 400 શાળાઓમાં 38,000 શિક્ષકો ની ભરતી કરવામાં આવશે જેથી તેઓને પૂર્ણત: પ્રશિક્ષણ અને શિક્ષણ મળી રહે. નાણામંત્રી નિર્મલા સીતારમણે કહ્યું કે 740 એકલવ્ય મોડલ રેસિડેન્શિયલ સ્કૂલો માટે આગામી 3 વર્ષમાં 38,000 શિક્ષકો અને સહાયક કર્મચારીઓની ભરતી કરવામાં આવશે.