બે માસથી સિવીલ પાસે પડયા રહેતા દંપતિ અને તેના બાળકને તાત્કાલીક ટ્રેન મારફતે વતન મોકલ્યા
કોરોનાની મહામારીમાં લોકડાઉનને પગલે લાખો શ્રમિકો કોઇને કોઇ સ્થળોએ ફસાયેલા છે. પરિવારથી છૂર શ્રમિકો હવે વતન જવા ઉતાવળા બન્યા છે ત્યારે સરકાર દ્વારા શ્રમિકોને વતન પહોચાડવાની કામગીરી હાથ ધરવામાં આવી છે.
છેલ્લા બે માસથી રાજકોટ સિવિલ હોસ્પિટલ પાસે રોડ ઉપર રહેતા શ્રમિક દંપતિએ પણ વતન જવાની ઇચ્છા વ્યકત કરતા સંજોવસાત આજે જ રતલામની ટ્રેન શ્રમિકોને લઇ ઉપડવા હોઇ પ્રાંત-રના અધિકારી ગોહિલને જાણ કરાતા તે બાબતની ખરાઇ કરી સ્થળ પર જ મેડીકલ ચેકઅપ કરાવી શ્રમિક દંપતિને વતન રવાના કર્યા હતા. પ્રાંત અધિકારી ગોહિલના તાત્કાલીક માનવીય નિર્ણયથી વતનની વાટે જતા શ્રમિક દંપતિની આંખોમાં હર્ષના આસુ આવ્યા હતા. પ્રાંત અધિકારીનો આભાર માન્યો હતો.