ચા, કોફીએ રોજબરોજની આપણી ટેવ છે. ત્યારે આ ટેવમાં કેટલા પ્રમાણમાં આ દ્રવ્યો લેવામાં આવે છે તેના પર આપણુ સ્વાસ્થ્ય નિર્ભર રહે છે. વાત કરીએ કોફીની તો દિવસના ચાર કપ કોફી પીવાથી સ્વાસ્થ્યને ઘણો ફાયદો થાય છે. અને સાથે સાથે રોજની આ ચાર કપ કોફી લાંબુ આયુષ્ય પણ પ્રદાન કરે છે. આ વાત સ્પેનની એક હોસ્પિટલમાં કરાયેલા પરિક્ષણ બાદ સંશોધકોએ સાબિત કરી છે. જેમાં જાણવા મળ્યા અનુસાર જે લોકો રોજની ચાર કપ કોફી પીએ છે તેવા લોકોની સરખામણીએ કોફી ન પીતા હોય તેવા લોકોના મૃત્યુનો ખતરો ૬૪% રહે છે. જ્યારે જે લોકો દિવસના બે કપ કોફી પીવાનું રાખે છે. તેને મૃત્યુનો ખતરો ૨૨% રહે છે તેવુ તારણ આવ્યું હતું.
તેમજ આ હોસ્પિટલના કાર્ડિયોલોજીસ્ટનું પણ કહેવુ છે કે દુનિયાભરમાં કોફી એ લોકપ્રિય પીણું છે. અને તેવા લોકોને લઇ આ પ્રકારનું સંશોધન હાથ ધરાયું હતું. જેમાં દસ વર્ષ સુધી આ કામગીરી ચાલી હતી અને ૧૯,૯૮૬ લોકોને ભેગા કરી કરાયેલા આ રીસર્ચમાં ૩૩૭ લોકોનું મૃત્યુ વહેલુ થયું હતુ જે લોકો કોફી ન હોતા પીતા જ્યારે જે લોકો કોફી પીતા હતા તેઓમાં મૃત્યુ પ્રમાણ ઓછુ નોંધાયુ હતું.
આ ઉપરાંત કોફી પીવાથી લીવર સિસ્ટમ સારી ચાલે છે. તેમજ લીવરના સોજાને પણ ઓછો કરે છે. રોગ પ્રતિકારક શક્તિને વધારવામાં પણ કોફી મદદ‚પ થાય છે. ઘણા લોકોનું માનવું છે કે કોફી પીવાથી સ્વાસ્થ્યને નુકશાન થાય છે. પરંતુ આટલુ જાણ્યા પછી દિવસ દરમ્યાન કોફીનું સપ્રમાણ સેવન સ્વાસ્થ્યને ઘણું ફાયદાકારક સાબિત થાય છે.