કોરોના કાળમાં ડો.આલાપ ધોળકિયાનું પ્રેરણાદાયક પગલું
કોરોના મહામારીથી આજે સમગ્ર વિશ્વ લડી રહ્યું છે, ત્યારે પ્રબળ રોગ પ્રતિકારક શક્તિએ કોરોનાથી બચવાનો એક માત્ર ઉપાય છે. આવી શક્તિવર્ધક દવાઓ બજારમાં મળી રહી છે. પણ જેલમાં રહેતા કેદીઓનું શુ ? તેમને દવા ક્યાંથી મળે ? આ પ્રશ્નનો ઉત્તર રાજકોટના હોમિયોપેથીક ડો.આલાપ ધોળકિયાએ પોતાના માનવતાસભર કાર્યથી આપ્યો છે.
ડો.આલાપ ધોળકિયાએ તેમના પત્ની બ્રિન્દા ધોળકિયા, ડો.નિસર્ગ જોશી, ધવલ તાળા અને મુકેશ અગ્રવાલ દ્વારા રાજકોટ મધ્યસ્થ જેલના એસ.પી. બન્નો જોશીની રાહબરી હેઠળ ૧૫૦૦ જેટલા કેદીઓ અને ૨૦૦ જેટલા પોલીસ સ્ટાફના કર્મચારીઓ
રોગપ્રતિકારક શક્તિવર્ધક હોમિયોપેથીક દવાઓનું વિનામૂલ્યે વિતરણ કરવામાં આવ્યું છે. કોરોનાના આ કપરા કાળમાં ડો.ધોળકિયા એ આ માનવતા સભર કાર્ય કરી ને સમગ્ર સમાજ માટે ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે.