વઢવાણ તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા ખેડુતોને ખેત પેદાશના પોષણક્ષમ ભાવ, સિંચાઈનું પાણી, વિજ પુરવઠો, વ્યાજબી ભાવથી બિયારણ અને પાક વીમો આપવામાં નિષ્ફળ ગયેલ પ્રવર્તમાન સરકાર સામે ખેડુત અગ્રણી મોહનભાઈ પટેલ, વિક્રમ દવે, સુબોધ જોષી, ‚પસંગ સાકરીયા, બી.ટી.વ્યાસ, મહાદેવ દલવાડી, દિલીપ દગડા, સતીષ ગમારા, રણજીત બાકરથડી, દિલીપ વ્યાસ, લાલાભાઈ મોરી તથા તાલુકા કક્ષાએથી ઉપસ્થિત રહેલ ખેડુત આગેવાનોની હાજરીમાં પ્રાંત અધિકારી નરેન્દ્રસિંહ રાજપુતને આવેદનપત્ર પાઠવવામાં આવેલ હતું.
આ આવેદનમાં સરકારની ખેડુત વિરોધી નીતિના કારણે ખેત ઉત્પાદના પોષણક્ષમ ભાવો ખેડુતોને મળતાં નથી. ટેકાના ભાવે ખરીદીની ખોટી જાહેરાતો આપી એવી શરતો રાખવામાં આવે છે કે, ખેડુતોનો પાક ખરીદવો ન પડે ૭/૧૨માં વાવેતર સરકાર તરફથી લખવામાં આવતું નથી. પણ ખેડુત પાસે ૧૨ નંબરની નકલ માંગવામાં આવે છે. તલાટી કમ મંત્રીના દાખલા પરથી પણ પાક ખરીદી શકાય આવી રીતે ખોટા બહાના નીચે ખેડુતોનો પાક ટેકાના ભાવે ખરીદી થતો નથી. તો ખેડુતો પાસેથી સીધો જ પાક ખરીદવામાં આવે તેવી અમારી માંગણી છે.
ખેડુતોને અલગ-અલગ યોજનાઓમાં ખેત ઓજારો તેમજ સુચવેલ સાધનો પર મળતી સબસીડી મનધડત શરતો લગાવી ચુકવવામાં આવતી નથી અથવા સમયસર ન જમા થતા ખેડુતોને ધીરાણ પર અસહ્ય વ્યાજની રકમ ભરવી પડે છે તેથી ખેડુતોની હાલત વધુમાં વધુ બદતર થતી જાય છે. જેથી ખેડુતોને તેના ખેડુત તરીકેના લાભો ખોટા દસ્તાવેજોની માંગણી વગર સીધા આપવામાં આવે તેવી મુહીક ખેડુતોની રજુઆત આવેદનપત્ર પાઠવીને કરવામાં આવી હતી.
(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebook – https://facebook.com/abtakmedia/ અને Twitter – https://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com